મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત


SHARE







હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમમાં ભલગામડા દીઘડીયા રોડ ઉપરથી ડબલ સવારી બાઈકમાં બે સગા ભાઈઓ પસાર થઈ રહ્યા હતા દરમિયાન અન્ય બાઇક ચાલકે તેઓના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે સગા ભાઈઓને ગંભીર ઇજા થઈ હતી જેથી બે પૈકીના એક ભાઇનું મોત નીપજ્યું હતું જેથી ઇજાગ્રસ્ત ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા બાબુભાઈ નથુભાઈ કાંજિયા (60)એ હાલમાં બાઈક નંબર જીજે 3 એફએચ 9460 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે હળવદ તાલુકાના દીઘડીયા ગામની સીમમાં ભલગામડા દીઘડીયા રોડ ઉપરથી ફરિયાદી પોતાનું બાઈક નંબર જીજે 6 સીક્યુ 9249 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીના બાઈક ઉપર તેઓના નાના ભાઈ ખોડાભાઈ પણ સાથે બેઠેલા હતા દરમિયાન આરોપીએ તેનું બાઈક ફરિયાદીના બાઈક સાથે ફૂલ સ્પીડમાં અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને માથામાં તથા જમણા હાથમાં ગંભીર ઇજા થઈ હતી જ્યારે તેના નાના ભાઈ ખોડાભાઈને પગમાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધની ફરિયાદ લઈને પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News