મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો


SHARE







મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો

મોરબીના વાવડી રોડ પર આવેલ મિલન પાર્ક પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ખભા, ડાબા હાથના અંગૂઠા તથા સાથળના ભાગે છરી મારીને ઇજા કરી હતી તેમજ ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો આટલું જ નહીં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં પાંચ શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મિલન પાર્ક સોસાયટીમાં રહેતા શાહરૂખ આરીફભાઇ પરમાર (33)હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિકંદર ઉર્ફે સીકલો, સમીર રાઉમા, જુનેદ ઉર્ફે લાલો, જુબેર ઉર્ફે બબુડો, અકરમ રહે. પાંચેય પંચાસર રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને અગાઉ જુનેદ અને જુબેર સાથે મનદુખ થયું હતું જે જૂની અદાવતનું મનદુઃખ રાખીને સિકંદર અને સમીર દ્વારા ફરિયાદી સાથે બોલાચાલી કરીને ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદીને ડાબા હાથના ખભા, ડાબા હાથના અંગૂઠા અને જમણા પગના સાથળના ભાગે છરી મારીને ઇજા કરી હતી તેમજ જુબેરે ફરિયાદીને ગાળો આપી હતી જ્યારે અકરમે લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા પગ અને સાથળના ભાગે ફેકચર જેવી ઇજા કરી હતી. તો જૂનેદે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના થાન તરણેતર રોડ ઉપર આવેલ પાવન સિરામિક સોનગઢ પાસેથી કરસનભાઈ હિમુભાઈ ચૌહાણ (46) નામનો યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેના બાઇકની આડે આખલો આવી જવાના કારણે બાઇક આખલા સાથે અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવાનને ઇજાઑ થઈ હતી જેથી તેણે સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News