મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્રારા બનાવને પગલે શોક વ્યકત કરાયો


SHARE







મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્રારા બનાવને પગલે શોક વ્યકત કરાયો

મોરબીના ઝૂલતાપુલ તુટી પડવાના પગલે જયારે ૧૩૪ જેટલા લોકોના હાલ જે ગોઝારી દુર્ઘટનામાં સતાવાર રીતે જીવ ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના દાખવીને અને તેમના પરિવારજનોને સાંતવના પાઠવીને મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આ સમગ્ર ઘટના બાબતે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.

મોરબી ઝૂલતા પૂલ તૂટવાની દુર્ઘટના અત્યંત દુઃખ દાયક બની છે.આ દુર્ઘટનાના સમાચાર મળતાંની સાથે જ મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, આયુર્વેદિક એસોસિયેશન, હોમિયોપેથીક ડોક્ટર, ડેન્ટલ ડોક્ટરના તમામ બ્રાંચના ડોક્ટરો એક પળ વિચાર્યા વિના ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે દોડી ગયેલ હતા.તેમજ મોરબીની તમામ મલ્ટી સ્પેશિયાલીટી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં દવાઓ, સીટી સ્કેન, એકક્ષ રે, ઓપરેશન, સોનોગ્રાફી તેમજ બધી જ મહત્વની સારવાર સંપૂર્ણ ફ્રી માં ડોક્ટર દ્વારા દેવામાં આવી રહી છે.તેમજ બધા જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, આયુર્વેદિક, હોમિયોપેથીક અને ડેન્ટલ બ્રાંચના ડોક્ટરો હાલ જુદીજુદી હોસ્પિટલોમાં દર્દીઓના જીવ બચાવવા માટે કાર્યરત છે. આવા દુઃખદાયક અણબનાવની પરિસ્થિતિમાં તમામ ડોક્ટરો નિસ્વાર્થ પણે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને પરમ પિતા પરમાત્મા દુર્ઘટનામાં સારવાર લઈ રહેલ તમામ દર્દીઓને જલ્દી સજા કરે અને દુર્ઘટનામાં  દુઃખદ અવસાન થયેલ તમામ વ્યક્તિઓની આત્માને શાંતિ આપે તેમજ એમના પરિવારને આ અત્યંત દુઃખદાયક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે એવી એસો. દ્રારા પરમાત્માને દિલથી પ્રાર્થના કરવામાં આવી હતી.




Latest News