મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમા કોંગ્રેસે અગાઉ તાંત્રિક મંજૂરી આપેલ ૧૨૧ કામ રદ!: વિપક્ષના નેતા-સભ્યો બેસે કયા ?


SHARE







મોરબી જિલ્લા પંચાયતમા કોંગ્રેસે અગાઉ તાંત્રિક મંજૂરી આપેલ ૧૨૧ કામ રદ!: વિપક્ષના નેતા-સભ્યો બેસે કયા ?

મોરબી જિલ્લા પંચાયતમાં ગઇકાલે સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં એક જ ઝાટકે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતામાં ચૂંટાયેલા સભ્યો દ્વારા જે કામ પોતાના મત વિસ્તાર માટે સૂચવવામાં આવ્યા હતા તેની તાંત્રિક મંજૂરીને પણ રદ્દ કરવામાં આવી છે અને હાલમાં નવી જિલ્લા પંચાયત કચેરી બનાવવામાં આવી છે તો પણ તે વિશાળ બિલ્ડિંગમાં વિપક્ષીના નેતા અને તેના સભ્યોને બેસવા માટે એક રૂમ ફાળવામાં આવ્યો નથી જેથી કરીને સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ બાઘડાટી બોલાવી દીધી હતી

મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં ગઇકાલે પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ડીડીઓ પી.જે.ભગદેવ, ડેપ્યુટી ડીડીઓ ઇલાબેન ગોહેલ, ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને ચૂંટાયેલા સભ્યો હાજર રહયા હતા અને છેલ્લી સામાન્ય સભાની બેઠકને બહાલી આપવામાં આવી હતી ત્યાર બાદ આંગણવાડી,આરોગ્ય વિભાગ અને વારસાઈ આંબા  સહિતના મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી

નવી બનેલી વિશાળ કચેરીમાં અધિકારી અને શાસક પક્ષના હોદેદારો બેસી શકે તેવી વ્યવસ્થા તો કરવામાં આવી છે જો કે, ૨૪ સભ્યો ધરાવતી જિલ્લા પંચાયતમાં ૧૦ સભ્યો કોંગ્રેસનાં છે તો પણ  વિપક્ષના નેરા સહિતના સભ્યો બેસી શકે તેના માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી કરીને ચેમ્બરની માંગણી કરવામાં આવી હતી જો કે, તે મુદાને પેન્ડિંગ રાખીને આવી કોઈ જોગવાઈ નથી તેવું પ્રમુખે કહ્યું હતું ત્યારે આ બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસનાં ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ ટકોર કરી હતી કે “આજે તમે સતા સ્થાને છો કાલે અમે આવશું”

વધુમાં લલિતભાઈ કગથરાએ ગામડાના રસ્તા ઉપર ભારે વાહનો માટે પ્રવેશબંધી લાદવા રજુઆત કરી હતી જે શક્ય નથી તેવું કહીને રોડ સારા બને તેવું કરીશું તેમ કહ્યું હતું અને મોરબી જીલ્લામાં  કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને ૪ લાખની સહાય આપવાની કોંગ્રેસે દરખાસ્ત મૂકી હતી જેને ઉડાવી દેવામાં આવી હતી સાથોસાથ મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે જે કામો ચૂંટાયેલા સભ્યો દ્વારા સૂચવવામાં આવ્યા હતા અને તે કામોની તાંત્રિક મંજૂરી આવી ગઈ હતી તેવા કુલ ૧૨૧ કામોની દરખાસ્ત હાલમાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં રદ કરવામાં આવેલ છે જો કે, શાસક પક્ષના દંડકમાથી થોડા સમય પહેલા જાહિર અબ્બાસી યુસુફ શેરસિયાએ રાજીનામું મૂક્યું હતું જેને સાચવી લેવા માટે હાલમાં નવી “જૈવ વિવિધતા કમિટી” ના ચેરમેન બનાવવામાં આવેલ છે




Latest News