મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે


SHARE







ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે

ટંકારાના નસીતપર ગામે ગૌશાળાના લાભાર્થે તા ૧/૧૧ ને મંગળવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ઐતિહાસિક નાટક અને કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને નસીતપરના શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે શ્રી જય અંબે ગૌસેવા યુવક મંડળ રાજપર (કું) દ્વારા ઐતિહાસિક નાટક રાનવઘણ યાને આહીરની ઉદારતા અને કોમેડી નાટક દિકરો દયારામ રજૂ કરવામાં આવશે જેથી લોકોને આ નાટક નિહાળવા અને ગૌસેવાના કાર્યમાં સહભાગી બનવા માટે મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામે અનુરોધ કર્યો છે.

ગૌશાળાના લાભાર્થે

મોરબીમાં અભિલાષા ગૌસેવા યુવક મંડળ ટ્રસ્ટ બગથળાના નેજા હેઠળ ગૌશાળાના લાભાર્થે તા ૩૧ ને સોમવારે રાત્રે સરદાર નગર સોસાયટી- ૧/૨ કન્યા છાત્રાલય મેઈન રોડ રાધે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર નગર સોસાયટી દ્વારા આયોજિત નાટકમાં શેણી વિજાણંદ યાને કે બાળપણની પ્રીત તેમજ કોમેડી નાટક કડવી ડોશીનો ઘર સંસાર રજૂ કરવામાં આવશે જેથી કરીને તેને નિહાળવા લોકોને આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

બજરંગ યુવક મંડળ

મોરબીના લીલાપર ગામે બજરંગ યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૌસેવા માટે યોજતું આ નાટક તા. ૧ નવેમ્બરને મંગળવારે રાત્રે ૯ કલાકે લીલપર ગામે રામજી ચોક યોજાશે જેમાં કલાકારો દ્વારા નાગમતી નાગવાળો નાટક ભજવવામાં આવશે તેની સાથે કોમેડી નાટક જેઠાલાલની જમાવટ પણ રજૂ કરશે જેથી કરીને લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોકરેલ છે

- te






Latest News