મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના વલાસણમાં નજીવી વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ


SHARE











વાંકાનેરના વલાસણમાં નજીવી વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે નજીકની વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી થઈ હતી જેથી કરીને ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં બંને પક્ષેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા (૬૦) એ હાલમાં તેના ભાઈ રસુલભાઈ અલાઉદીનભાઈ મસાણીયા, સુલતાનભાઈ હુસેનગનીભાઈ મસાણીયા, શાહબુદ્દીનભાઈ ઈસ્માઈલભાઈ મસાણીયા અને અલ્મેજ મહમદભાઈ મસાણીયા રહે. ચારેય વાલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના સગા ભાઈ અને ભત્રીજા દ્વારા તેઓની ભાઈયુ ભાગની મિલકતના ભાગ બટાઈ થઈ ગયેલ છે છતાં પણ એક સંપ કરીને તેઓના નાના ભાઈ અને રસુલભાઈ તથા ફરિયાદીના મોટા ભાઈના દીકરાને આરોપી સુલતાન, શાહબુદ્દીન તેમજ અલ્મેજ દ્વારા ફળિયામાં આવીને પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી તેને વચ્ચે પડતા તેને પણ માથાને કાનના ભાગે માર માર્યો હતો અને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદી તેમજ સિકંદરભાઈ અબ્દુલભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં અબ્દુલભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં દીનારબેન રસુલભાઈ માણસીયા (૨૧) એ હાલમાં મદીનાબેન અબ્દુલભાઈ માણસિયા, રોશનબેન અબ્દુલભાઈ માણસિયા, સિકંદરભાઈ અબ્દુલભાઈ માણસિયા અને અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા રહે. ચારેય વાલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓની ભેંસ છૂટીને તેના ભેંસના ખીલા પાસે આવી હતી અને ત્યાં ફરિયાદીની ભેંસનો ખીલો તોડાવતા ફરિયાદીની ભેંસ છૂટી જતા આરોપીના ફળિયામાં ગઈ હતી અત્યારે આરોપીએ તેને ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો તેમજ સિકંદરે લોખંડનું આડુ ફરિયાદીને કેડના ભાગમાં માર્યું હતું જેથી તેને ઈજા થઇ હતી અને ફરિયાદીને સારવારમાં લઈને ગયા હતા ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News