મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ મોરબીમાં એકટીવા આપવાની ના પાડતા ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી ! મોરબીના ઘાંટીલા ગામે સીમમાં ડીઝલ ચોરી કરતા ચાર પૈકી એક પકડાયો, ત્રણ ફરાર મોરબીમાં પરસેવામાં પરસેવો પાડી રહેલા પરહિતકર્મ ગૃપની સેવા પ્રેરણાદાયી મોરબીની ઓસેમ જીએસઇબી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ મોરબી : પત્નીના અવસાનનો વિરહ સહન ન થતા ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના જેલ રોડ ઉપર આડેધડ લીલુઘાસ નાખતા વેપારી સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના જેલ રોડ ઉપર આડેધડ લીલુઘાસ નાખતા વેપારી સામે ગુનો નોંધાયો

મોરબીના ઘણા વિસ્તારોમાં લોકોને અડચણરૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે આડેધડ  વેપારીઓ દ્વારા લીલાઘાસના વાડા બનાવીને ત્યાં રસ્તા ઉપર અને રસ્તાની આસપાસમાં લીલા ઘાસ નાખવામાં આવતા હોય છે જેથી કરીને આવા વેપારીઓની સામે હવે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં બે વેપારીઓ સામે ગુના નોંધાયા બાદ વધુ એક વેપારીની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના લીલાપર રોડ ઉપર જેલથી આગળના ભાગમાં રોડની સાઈડમાં લીલાઘાસના વાડા  રાખીને ત્યારથી લીલાઘાસનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેમજ અકસ્માત ગમે ત્યારે સર્જાય તે રીતે રોડ સાઈડમાં અને રોડ ઉપર લીલુંઘાસ નાખવામાં આવતું હોય છે જેથી કરીને ૨૪ કલાક ત્યાં રજડતા ઢોર અડીંગો જમાવીને બેસતા હોય છે માટે આવા વેપારીઓની સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધવામાં આવી રહ્યા છે અગાઉ બે વેપારીઓની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયા હતા અને દરમિયાન વધુ એક વેપારી આદમભાઈ ઈસ્માઈલભાઈ કુરેશી જાતે મતવા (૬૭) રહે. ઝવેરી શેરી ભોય વાડા ગ્રીનચોક વાળાની સામે ગુનો નોંધીને પોલીસે તેની અટકાયત કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News