મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE







મોરબીના શનાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

મોરબી નજીકના સનાળા ગામે મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા વૃદ્ધ સનાળા ગામે આવેલ પાણીના ખાડામાં ડૂબી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા રામસુરભાઈ બીજલભાઇ વાંક જાતે બોરીચા (ઉંમર ૫૫) સનાળા ગામે આવેલ રામજી મંદિરની બાજુમાં પાણીના ખાડામાં ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને વૃધ્ધના મૃતદેહને પાણીના ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News