મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કારખાનના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત


SHARE







મોરબીના લખધીરપુર રોડે કારખાનના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને તેણે આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોપોલ ટાઇલ્સ નામના કારખાનામાં મજૂરી કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન સદ્દામભાઈ ઈકબાલભાઈ ખોખર (ઉંમર ૩૦) પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતકને તેનો ભાઈ શાહરૂખ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે

યુવાનનું મોત

વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા સુનિલભાઈ વશરામભાઈ ડેડાણીયા જાતે કોળી (૪૭) કોઈ કારણોસર મૃત્યુ પામતા તેના પરિવારજનો તેના ડેડબોડીને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News