મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર પાસે કારખાનામાંથી ગુમ થયેલા યુવાનની લાશ મળી


SHARE







વાંકાનેરના સરતાનપર પાસે કારખાનામાંથી ગુમ થયેલા યુવાનની લાશ મળી

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન બે દિવસથી ગુમ થયો હતો દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ સોલારીસ સીરામીકમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો દુબેસિંગ સોનીસિંગ સિંહ તા ૨૨/૧૦ ના રોજ કારખાનેથી ગુમ થઈ ગયો હતો અને તા ૨૪/૧૦ ના સાંજના ૪:૩૦ વાગ્યે કાલસી સિરામિક સરતાનપર રોડની બાજુમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં મિતેશભાઇની વાડીએ રહીને મજૂરી કામ કરતા સુંદરબેન લક્ષ્મણભાઈ ઠાકોર (૪૦) ને વાડીએ હતા ત્યારે સાપ કરડી જતા તેને સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસી જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છ






Latest News