મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરેથી સ્કૂલે ગયેલ ૧૧ માં ધોરણમાં ભણતી સગીરાનું અપહરણ


SHARE







વાંકાનેરમાં ઘરેથી સ્કૂલે ગયેલ ૧૧ માં ધોરણમાં ભણતી સગીરાનું અપહરણ

વાંકાનેર શહેરમાં રહેતી સગીરા ઘરેથી તેના ભાઈ સાથે સ્કૂલે ગઈ હતી અને ત્યારબાદ બપોરના સમયે સ્કૂલેથી ઘરે પરતના આવી ન હતી જેથી કરીને તેની માતા દ્વારા સગીરાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જોકે તેનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી કરીને સગીરા ગુમ થઈ હોય હાલમાં સગીરાની માતા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે તેને જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

વાંકાનેર શહેરના સોસાયટી વિસ્તારમાં રહેતી સગીરા તેના ભાઈની સાથે સ્કૂલે ગઈ હતી અને એક જ સ્કૂલમાં ભાઈ ૮ ધોરણમાં અને બહેન ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરતા હોય સવારે ઘરેથી સાથે ગયા હતા જોકે સ્કૂલ છૂટી ગયા પછી સગીરાનો ભાઈ ઘરે પરત આવી ગયો હતો જોકે સગીરા ઘરે પરત આવી ન હતી જેથી કરીને તેની માતાએ ઘરે આવેલા દીકરાને તેની દીકરી વિશે પૂછ્યું હતું અને તેનું ટ્યુશન ચાલુ થયું છે કે કેમ તે બાબતે પૂછ્યું હતું ત્યારે ટ્યુશન ચાલુ થયું ન હોવાનું દીકરાએ કહ્યું હતું જેથી કરીને માતાએ ગુમ થયેલ સગીર દીકરીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને તેનો કોઈ જગ્યાએથી પતો નહીં લાગતા હાલમાં સગીરાની માતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News