મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી પાસેથી બોટલ અને બિયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે પકડાયેલા આરોપીના ૨૧ મી સુધીના રિમાન્ડ મંજૂર


SHARE











માળીયા (મી)ના ખાખરેચી પાસેથી બોટલ અને બિયરનો જથ્થો ભરેલા ટ્રક સાથે પકડાયેલા આરોપીના ૨૧ મી સુધીના રિમાન્ડ મંજૂર

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસેથી પોલીસે વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટીઇ-વેબીલતથા ઇનવોઇસ બીલ બનાવી દારૂ અને બિયરના જથ્થાને લઈ જતાં હોવાનો પર્દાફાશ કરેલ છે અને હાલમાં પોલીસે ૫૦૫૨ બોટલ દારૂ અને ૨૮૮૦ નંગ બિયરના ટીન સહિત કુલ ૩૩.૬૬ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે અને ટ્રક ડ્રાઇવરને પકડીને માળીયા મિયાણાં પોલીસ સ્ટેશને ટ્રક ડ્રાઈવરટ્રકના માલિક તેમજ માલ ભરી આપનાર સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને ડ્રાઇવરને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ૨૧ મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને પોલીસે આરોપીને સાથે રાખીને અન્ય આરોપીઓને પકડવા માટે તપાસને રાજસ્થાનના બડમેર સુધી લંબાવી છે

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેની સાથોસાથ દિવાળીના તહેવારો પણ આવી રહ્યા છે જેથી કરીને પ્યાસીઓને માલ પહોચડવા માટે બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ લઈ આવવામાં આવે છે તે હકકીત છે તેવામાં હળવદ માળીયા હાઇવે રોડ ખાખરેચી ગામની સીમમાં અણીયારી ટોલનાકા પાસે થોડા દિવસો પહેલા એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ટ્રક નં. જીજે ૬ વિવિ ૮૬૯૯ માં વાસના બાંબુ આડમાં ખોટી બીલ્ટીઇ-વેબીલતથા ઇનવોઇસ બીલ બનાવી અને તે ખોટી હોવાનું જાણવા હતી તો પણ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકમા ચોર ખાનું બનાવીને તેમાં દારૂ બિયરનો જથ્થો મોરબી જીલ્લામાં લઈને આવતા હોવાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને પોલીસે જુદીજુદી ૫૦૫૨ દારૂની બોટલ તેમજ ૨૮૮૦ બિયરના રિનને કબજે કર્યા હતા તેમજ એક મોબાઇલ, રોકડા ૧૪,૬૪૦ તથા ૧૨,૦૦,૦૦૦ની ગાડી અને બીલ્ટીડ્રાઇવીંગ લાયસન્સએ.ટી.એમ. વિગેરે મળીને પોલીસે ૩૩,૬૬,૪૪૦ ના ના મુદામાલ સાથે ટ્રક જીજે ૬ વિવિ ૮૬૯૯ ના ડ્રાઇવર સોનારામ દુદારામ કડવાસરા જાતે જાટ (૨૮) રહે. આગોર ગામથાણુ ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ હતી અને માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ડ્રાઈવર તેમજ માલ ભરી આપનારા શ્રવણરામ મઘારામ જાટ રહે. બાયતુ જિલ્લો બાડમેર અને માલ મોકલનાર ટ્રક માલીક અરવિંદજી જાટ રહે. જોધપુર રાજસ્થાન વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને હાલમાં પકડાયેલા ટ્રક ડ્રાઈવરને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના તા ૨૧ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે અને જેથી કરીને પોલીસ આરોપીને સાથે રાખીને તપાસ માટે હાલમાં બડમેર પહોચી છે






Latest News