મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના લાભાર્થે પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ સહિતના કલાકારનો કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના લાભાર્થે પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ સહિતના કલાકારનો કાર્યક્રમ યોજાશે

મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞા ચક્ષુ પુનવર્સન કેન્દ્ર આવેલ છેકે જ્યાં પ્રજ્ઞા ચક્ષુઓ રહે છે અને જુદી જુદી સંસ્થાઓમાં કામ કરીને માનભેર સ્વરોજગારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તે સંસ્થા ખાતે પ્રજ્ઞાચક્ષુઓના રહેવા માટે ૧૦૦ જેટલા ફલેટ બનાવવાનું આયોજન કરેલું હોય અને તેના ખર્ચને પહોંચી વળવા માટે હાસ્ય કલાકારોમાં શિરમોર ગણાતા શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા તેમજ સાથે લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાબરના ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં ઉપસ્થિત રહીને પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થાને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે અપીલ કરવામાં આવેલ છે.

મોરબીની ધરા ઉપર હાસ્યસમ્રાટ પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ, જીતુભાઇ દ્વારકાવાળા તથા લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા ખાસ પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે તેમજ મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ૧૦૦ ફ્લેટ બનાવવવાનું જે આયોજન થઈ રહ્યું છે.તેના લાભાર્થે મોરબીની જાહેર જનતાને હાસ્યરસ તથા લોકસાહિત્ય પીરસશે.આ અનોખા ઉત્સવમાં પધારી સંસ્થાની તથા પ્રજ્ઞાચક્ષુઓની શોભામાં અભિવૃદ્ધિ કરવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.કાર્યક્રમની સાથેસાથે અંધબાળાઓની નૃત્ય કૃતિઓ પણ લોકોને નિહાળવા મળશે.આગામી તા.૬-૧૧ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર આર્યવત સ્કૂલની બાજુમાં, મોરબી-માળિયા હાઇવે લક્ષ્મીનગર તા.જી.મોરબી ખાતે યોજાનાર ઉપરોકત સેવાકાર્યની વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૪૨૯૯ ૭૮૯૩૦ અથવા ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News