મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રાનો રૂટ કોઈએ બદલાવ્યો નથી: રાજભા ઝાલાની સ્પષ્ટતા


SHARE











વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રાનો રૂટ કોઈએ બદલાવ્યો નથી: રાજભા ઝાલાની સ્પષ્ટતા

વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રા યોજાઇ હતી ત્યારે યાત્રાનો રુટ છેલ્લી ઘડીએ ફેરવવામાં આવ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો ત્યારે રુટ બાબતે વાંકાનેર વિધાનસભા સીટના સભા,‌ સરઘસ અને રેલીના ઇન્ચાર્જ એવા રાજભા ઝાલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, રૂટમાં કોઈ ફેરફાર કરેલ નથી બધા જ આક્ષેપો ખોટા છે

ગુજરાત ગૌરવ યાત્રા મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવી હતી ત્યારે હોસ્પિટલ બાજુ થઈને સભા એસટીએચએલ સુધી જવાના બદલે અન્ય રુટ ઉપરથી સભા સ્થળ સુધી યાત્રા પહોચી હતી તેવો આક્ષેપો વાંકાનેરના લોકોએ કર્યો હતો અને વાંકાનેર ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણીએ પણ જે વિડીયો સોશિઅલ મીડિયામાં મૂક્યો હતો તેમાં તેને જણાવ્યુ હતું કે, સ્વાગત માટેની આયોજન પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતિભાઈ પટેલની સાથે વાત કરીને કર્યું હતું જો કે, આ રૂટ મુદે વાંકાનેર વિધાનસભા સીટના સભા,‌ સરઘસ અને રેલીના ઇન્ચાર્જ એવા રાજભા ઝાલાએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, બધા જ આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, રુટ અગાઉથી નક્કી હતો અને તેની મંજૂરી મામલતદાર કચેરી પાસેથી અગાઉથી લેવામાં આવેલી હતી અને તે મંજૂરીમાં જે રૂટ હતો ત્યાંથી જ યાત્રા આગળ વધીને સભા સ્થળે પહોચી હતી અને પ્રદેશ ભાજપમાંથી જે સૂચના આપવામાં આવી હતી તે મુજબની જ વ્યવસ્થા વાંકાનેરમાં કરવામાં આવી હતી અને યાત્રાના રુટમાં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી જેથી કરીને રૂટ બદલાવવાની જે વાતો કરવામાં આવી રહી છે તે પાયા વિહોણી છે






Latest News