મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે લીંબુના બગીચામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE







હળવદના માથક ગામે લીંબુના બગીચામાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

હળવદ તાલુકાના માથક ગામે રહીને ખેતીમાં મજૂરી કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મુળ છોટાઉદેપુર જિલ્લાના તારકાછલ્લા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માથક ગામે હસમુખભાઈ ચંદુભાઈ સારલા જાતે કોળીની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા વિકેશભાઇ રમતાભાઇ રાઠવા (ઉંમર 36) એ કોઈ કારણોસર વાડીએ લીંબુના બગીચામાં લીંબુના ઝાડ નીચે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવવાની જાણ મૃતકના પત્ની ભૂરીબેન વિકેશભાઇ રાઠવા દ્વારા હળવદ તાલુકા પોલીસને કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News