મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે જર્જરિત પુલ ઉપરથી પસાર થતા યુવાનનું ખાડાના લીધે અકસ્માત થતા મોત


SHARE











મોરબીના ગાળા ગામ થી જેતપર રોડ તરફ જવાના રસ્તા ઉપર રેલવેનો વર્ષો જૂના પુલ આવેલ છે તેના ઉપરથી હાલમાં વાહન વ્યવહાર કાર્યરત કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા સમયથી પુલ જર્જરિત છે તો પણ તેનું રિનોવેશન કામ કરવામાં આવતું નથી અને નવો બ્રિજ પણ બનાવવામાં આવતો નથી જેથી કરીને જોખમી પુલ ઉપરથી લોકોને નાછૂટકે પસાર થવું પડતું હોય છે અને અવારનવાર નાના-મોટા અકસ્માતો પણ આ જગ્યા ઉપર સર્જાતા હોય છે 

દરમિયાન ગુરુવારે રાત્રિનાં સમયે પુલ ઉપર પડેલા ખાડાએ આશા સ્પદ યુવાનનો ભોગ લીધેલ છે અને છાતીમાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક યુવાન મૂળ સાપર ગામનો રહેવાસી છે અને હાલમાં મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહે છે તેવી વિગતો મળી છે જોકે તેનું નામ સહિતની વિગતો મેળવવા માટેની કાર્યવાહી હાલમાં પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે

અત્રે ઉલ્લેખનીય છે કે એક નહીં પરંતુ અનેક વખત મોરબીના ગાળા ગામથી જેતપર તરફ જવા માટેના આ પુલને રીપેર કરવા માટે થઈને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ બેદરકાર અધિકારીઓ અને બેજવાબદાર નેતાઓના કારણે આ પુલનું રીપેરીંગ કામ આજની તારીખે થયેલ નથી અને જર્જરીત પુલ ઉપરથી જીવના જોખમે લોકો પોતાના વાહન લઈને અવરજવર કરતા હોય છે તે હકીકત છે દરમિયાન આજે આશાસ્પદ યુવાનનું જીવલેણ અકસ્માતમાં મોત નિપજ્યુ છે હજુ આગામી દિવસોમાં આવી જ રીતે કેટલા લોકોના મૃત્યુ નિપજે તેની રાહ તંત્ર દ્વારા જોવાઈ રહી છે તે સૌથી મોટો સવાલ છે






Latest News