વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે મીઠાઈ વિતરણ: આઇએમએ દ્વારા ગર્ભ સંસ્કાર સેમીનાર 


SHARE







મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા રાહતદરે મીઠાઈ વિતરણ: આઇએમએ દ્વારા ગર્ભ સંસ્કાર સેમીનાર 

મોરબીમાં ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષ પણ દિવાળી ઉપર રાહતદરે મીઠાઈ ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી તહેવારને ધ્યાને લઈને જરૂરિયાતમંદ લોકો માટે રાહતદરે મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવાનું આયોજન કરાયું છે જેમાં પાંચ દિવસ સુધી બુકિંગ કરવામાં આવશે અને તા. ૨૨ ના રોજ સાંજે ૪ થી ૮ કલાક સુધી ઓમ શાંતિ વિધાલય શનાળા રોડ મોરબી ખાતે વિતરણ કરવામાં આવશે

ગર્ભ સંસ્કાર
મોરબીમાં આઇએમએ, મોરબી ઓબ્સટ્રેટીકસ ગાયનેક સોસાયટી અને એસોસીએશન ઓફ પેડીયાટ્રીશયન દ્વારા ગર્ભ સંસ્કાર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૧૫ ને શનિવારે બપોરે ૩ થી ૫: ૩૦ કલાકે, તા. ૧૬ ને રવિવારે સવારે ૭ થી ૯: ૩૦ કલાકે અને તા. ૧૬ ને રવિવારે બપોરે ૩ થી ૫: ૩૦ કલાક સુધી આઈ.એમ.એ. હોલ નીલકંઠ સ્કૂલ સામે રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે જેમાં સેમીનારમાં ગર્ભમાંના શિશુના વિકાસનું વિજ્ઞાન, ગર્ભાવસ્થામાં આસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ ગર્ભાવસ્થામાં આહાર-વિહાર સમજ, મંત્રી શ્ર્લોક, પ્રાર્થના અને સંગીતની અસર, ગર્ભાવસ્થામાં પ્રસૃતિ દરમિયાન, પ્રસૃતિ પછીની સંભાળ અને નવજાત શિશુની સંભાળ સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે જે સેમીનારમાં ગર્ભવતી સ્ત્રી અને સંતાન ઈચ્છુક સ્ત્રીઓ જોડાઈ સકે છે આ સેમીનારમાં જોડાવવા રજીસ્ટ્રેશન માટે ડો. કૃષ્ણ ચગ મો. ૯૧૦૬૮ ૯૦૮૦૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે આ સેમીનારને સફળ બનાવવા આઈએમએ પ્રમુખ ડો. હેમાબેન પટેલ, સેક્રેટરી ડો. કૃષ્ણ ચગ તેમજ પ્રોજેક્ટ ચેરમેન ડો. રમેશ બોડા અને ડો. જયેશ પનારાની ટીમ જહેમત ઉઠાવી રહી છે




Latest News