મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

E-COOPRATIVE PORTAL પર કરવાની કામગીરી અંગે માર્ગદર્શન માટે રાજકોટમાં સેમિનાર યોજાશે


SHARE







E-COOPRATIVE PORTAL પર કરવાની કામગીરી અંગે માર્ગદર્શન માટે રાજકોટમાં સેમિનાર યોજાશે

ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ અમલમાં છે. ડીજીટલ ઈન્‍ડીયા અને પેપરલેસ વહીવટના ભાગ રૂપે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૯/૦૨ ના રોજ રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે “E – COOPERATIVE PORTAL  લોન્‍ચ કરવામાં આવેલ છે.

જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન, રીન્યુ રજિસ્ટ્રેશન તેમજ ધિરાણના માસિક પત્રકો, ઓડીટ રીપોર્ટ જેવી તમામ કામગીરી ઓનલાઈન કરવાની થાય છે. ઉક્ત સોફટવેર અંતર્ગત ONLINE  કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે રજિસ્ટ્રાર ઓફ મનીલેન્‍ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રાર કચેરી-મોરબી દ્વારા રાજકોટ જિલ્લા સહકારી સંઘ લિ. રાજકોટના સહયોગથી તા.૧૭/૧૦ ના રોજ સાંજે ૫-૦૦ થી ૭-૦૦ કલાક દરમિયાન “સહકાર ત્રિવેણી”, શ્રી રાજકોટ જિલ્લા સહકારી સંઘ લી., ૨૯/૩૮, કરણપરા, બસ સ્ટેન્ડ પાછળ, રાજકોટ ખાતે સેમીનારનું આયોજન ગોઠવવામાં આવેલ છે. આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનારમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ હેઠળ નોંધાયેલ મોરબી જિલ્લાના તમામ નાણાં ધિરધાર કરનારાઓએ હાજર રહેવાનું રહેશે. તેમજ હવે પછીથી નાણાં ધિરધાર કરનારાઓએ દર માસે રજુ કરવામાં આવતાં ધિરાણને લગતાં પત્રકો માત્ર ONLINE જ સ્વીકારવામાં આવશે જેની નોંધ લેવા મોરબી જિલ્લા રજિસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.




Latest News