મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની શક્તિ ચોક ગરબીમાં બાળાઓને સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ લ્હાણી આપશે 


SHARE











મોરબીની શક્તિ ચોક ગરબીમાં બાળાઓને સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ લ્હાણી આપશે 

મોરબીની શક્તિ ચોક ગરબીમાં દર વર્ષે બાળાઓને દાતાઓના સહકારથી આયોજકો દ્વારા સોના અને ચાંદીના દાગીનાની લહાણી આપવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે ૮૫ જેટલી બાળાઓએ સોના અને ચાંદીના દાગીનાની લ્હાણી આપવામાં આવશે

મોરબીના ગેસ્ટ હાઉસ રોડના ખુલ્લે છેલ્લા ૩૯ વર્ષથી શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેના માટે ક્રિપાલસિંહ ઝાલા સહિતની તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે અને આજની તારીખે આ ગરબીને મોરબીની નંબર વન ગરબી કહેવામા આવે છે અહિયાં બાળાઓ દ્વારા જુદાજુદા ૪૦ થી વધુ રાસ રજૂ કરવામાં આવે છે જેથી કરીને નવરાત્રીમાં ત્યાં રાસ જોવા માટે ઉધોગપતિઓસમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ સહિતના લોકો મોટી સંખ્યામાં આવે છે વધુમાં ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કેશક્તિ ગરબી આજે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે કેમ કે, અહી પ્રાચીન ઢબથી માતાજીની આરાધના કરવામાં આવે છે અને સૌથી મોટી વાત તો એ છે કે અહી માતાજીનાં  ચચાર ચોકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓ એક સાથે રાસ રજૂ કરીને માતાજીની આરાધના કરે છે

આ વર્ષે ગરબીમાં ૮૫ દીકરોએ ભાગ લીધેલ છે અને બાળાઓ દ્વારા મહીસાગરને આરેઅઘોર નગારાબંદીશ પ્રોજેક્ટનગાડા સંગ ઢોલભીની ધજાયુ ફરકે માતાજી તારે દેશદૂધે તે ભરી તલાવડીનો તલવાર રાસ રજૂ કરવામાં આવે છે અત્રે ઉલેખનીય છે કેછેલ્લા ૧૫ વર્ષની અહી રાસ રમતી બાળાઓને સોનાની લ્હાણી આપવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સોનાના ભાવ આસમાને છે તો પણ શરદ પૂનમે દીકરીઓને એક કે બે નહીં પરંતુ સોના અને ચાંદીના છ-છ દાગીનાનો લ્હાણી આપવામાં આવશે તે ઉપરાંત અન્ય વસ્તુઓ પણ દાતાઓના  સહયોગથી આપવામાં આવશે






Latest News