મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીકથી સસ્તા અનાજની હેરાફેરીના ટ્રકમાંથી દારૂ સાથે પકડાયેલ આરોપી જેલ હવાલે


SHARE











મોરબી નજીકથી સસ્તા અનાજની હેરાફેરીના ટ્રકમાંથી દારૂ સાથે પકડાયેલ આરોપી જેલ હવાલે

મોરબી જીલ્લામાં સસ્તા અનાજની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતા ટ્રકમાંથી એલસીબીની ટીમે દારૂનો જથ્થો પડ્યો હતો અને ટ્રક સહિત ૨૦.૨૩ લાખનો મુદામાલ કબજે કરીને એક આરોપીને પકડ્યો હતો અને જેના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં એક આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સોખડા ગામ નજીક કિશનગઢ ગામની સીમમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે સસ્તા અનાજની દુકાન માટેની વસ્તુની હેરફેરી કરતાં ટ્રકમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે જુદીજુદી બ્રાન્ડની દારૂની નાની મોટી ૯૬૩૬ બોટલ અને બિયરના ૧૪૧૬ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ-બિયર સહિત ૧૩,૨૩,૬૦૦ દારૂ બિયાર અને સાત લાખનો ટ્રક મળીને ૨૦,૨૩,૬૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને ટ્રક ડ્રાઈવર મદન અજુદી કંન્છેદી વિશ્વકર્મા જાતે મિસ્ત્રી (૩૬) રહે.ધૌરાજ જેરથ ગામ તાલુકો બટીગઢ જિલ્લો દમોહ મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી જે આરોપીને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો અને તેના રિમાન્ડ પૂરા થતાં તેને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને આ ગુનામાં આરોપી નયન રાયકાભાઈ ગઢવીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News