મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ગુંગણથી ગાળા ગામ વચ્ચે ડબલ સવારી બાઇક સ્લીપ થતાં એકનું મોત: એકને ઇજા


SHARE











મોરબીના ગુંગણથી ગાળા ગામ વચ્ચે ડબલ સવારી બાઇક સ્લીપ થતાં એકનું મોત: એકને ઇજા

મોરબીના ગુંગણ ગામે રહેતો યુવાન ડબલ સવારી બાઇક લઈને મોરબી તરફ આવવી રહ્યો હતો ત્યારે ગાળા ગામ નજીક બાઇક સ્લીપ થયું હતું જેથી બાઈક સવાર યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને તેની સાથે બાઈક પર બેઠેલા કેશવભાઈ રાજાભાઈને પગમાં ઇજાઓ તે હોવાથી તેને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવમાં હાલમાં મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા મહાદેવભાઇ બેચરભાઈ ઝિંઝવાડીયા જાતે કોળી (ઉમર ૫૫) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે ૧ સેએફ ૮૬૦૦ ના ચાલક સુરેશભાઈ શીવાભાઈ ઝીંઝવાડીયા જાતે કોળી (ઉમર ૩૦) ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તા. ૨ ના સાંજના આઠેક વાગ્યે અરસામાં બાઈક લઈને ગુંગણ ગામથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપરથી સુરેશભાઈ ઝીંઝવાડીયા બાઈ બાઇક લઈને પસાર થતા હતા ત્યારે તેના બાઈકમાં તેની સાથે કેસવભાઈ રાજાભાઈ પણ બેઠેલા હતા અને દરમિયાન બાઇક ગાળા ગામના પાટીયા નજીક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવવામાં બાઇક ચાલક સુરેશભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું  અને તેની સાથે બાઈકમાં બેઠેલા કેસવભાઈને ડાબા પગમાં ઇજાઓ થયો હોવાથી તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના આ બનાવમાં હાલમાં મહાદેવભાઇ જીંજવાડીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News