મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકમાં દારૂની ત્રણ રેડ: પાંચ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા


SHARE











મોરબી શહેર-તાલુકમાં દારૂની ત્રણ રેડ: પાંચ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા

મોરબી શહેર અને તાલુકમાં દારૂની જુદીજુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે પાંચ બોટલ દારૂ  સાથે કુલ મળીને ત્રણ શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવેલ છે તે દિશામાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરેલ છે

મોરબીના પરસોતમ ચોક પાસેથી પસાર થઈ રહેલ બાઈક નંબર જીજે ૩૬ ડી ૧૩૧૮ ને રોકીને પોલીસે ચેક કરતા તે બાઈક ચાલક પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૫૨૦ ની કિંમતની દારૂની બોટલ અને ૨૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક કામ કુલ મળીને ૨૫૫૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાર્દિકભાઈ મહેશભાઈ ગોહેલ જાતે રજપૂત (૨૪) રહે દરબારગઢ વાળાની ધરપકડ કરેલ છે

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર ત્રાજપર ખારી જવાના રસ્તા ઉપરથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હોય પોલીસે ૭૫૦ ની કિંમતની દારૂની બોટલો સાથે ભરતભાઈ જીવણભાઈ કળોતરા જાતે રબારી (૩૧) રહે. સેંટ મેરી સ્કૂલની બાજુમાં લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસેથી પસાર થઈ રહેલ શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હોય પોલીસે ૧૭૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે રાજુભાઈ હેમુભાઈ ચૌહાણ જાતે રાજપૂત (ઉંમર ૨૯) રહે. રાતાભેર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News