મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનોએ NDRF ના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી


SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનોએ NDRF ના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવી

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમને ઉજાગર કરતા રક્ષાબંધનના પાવન અવસરે પોતાના વતનથી દૂર રહી સદા દેશના કોઈપણ ભાગમાં આવતી કુદરતી આપત્તિઓ કે કપરા સમયમાં જાનની બાજી લગાવી દેશ બંધુઓની રક્ષા કરતા અને પોતાનું સમગ્ર જીવન માનવ સેવા અને રાષ્ટ્ર સેવાને સમર્પિત કરનારા સેવા પરમો ધર્મ સૂત્ર સાથે ગમે તેવા સંજોગોમાં પોતાના જાનની કે પરીવારની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવતા હાલમાં મોરબી સ્થિત ૦૬ બરોડાના NDRF ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પટેલ અને તેમની ટીમના ૨૫ જવાનોને રાખડી બાંધી  ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીની બહેનોએ  રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબના પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, જોઇન્ટ સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા, પ્રજ્ઞાબેન ગોસ્વામી, ચેતનાબેન પાંચાલ, કવિતાબેન મોદાણી સહિત સભ્યો હાજર રહ્યા હતા






Latest News