મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે ઢોર માર મારીને યુવાનની હત્યા: ચાર શખ્સો સામે નોંધાયો ગુનો 


SHARE







મોરબીના બંધુનગર પાસે ઢોર માર મારીને યુવાનની હત્યા: ચાર શખ્સો સામે નોંધાયો ગુનો 

મોરબીના બંધુનગર ગામ પાસેથી શનિવારે સાંજના સમયે ઢોર માર મારીને યુવાનની હત્યા કરેલ હાલતમાં લાશ સિરામિક કારખાનામાંથી મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવેલ હતો અને આ મૃતક યુવાનની ઓળખ થઈ ગયા બાદ હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મળતી માહિતી મુજબ મોરબીના બંધુનગર નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનાના ગેઇટ પાસેથી અજાણ્યા યુવાન પુરુષની ઢોર માર મારીને હત્યા કરેલી લાશ મળી હતી જેથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને યુવાનના મૃતદેહને સિવિલે ખસેડીને મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને ત્યારે બાદ મોરબી તાલુકા પીએસઆઈ અજમેરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક વ્યક્તિનું નામ મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભર જાતે આદિવાસી (૨૯) રહે, હાલ મોરબી મૂળ ઋણજી ગામ પેટલાવાદ, જાંબવા એમપી વાળો છે અને તેના પરિવારજનો મોરબી આવી ગયેલ છે

હાલમાં મૃતક યુવાનના ભાઈ નાથુ લક્ષમણ ભાભર જાતે આદિવાસી (૩૩) રહે. રૂણજી, ભુરીયા ફળીયા,ઘુઘરી, તાલુકો પેટલાવદ જીલ્લો જાંબુઆ (એમ.પી.) વાળાએ શૈલેષ પસવાભાઇ પરમાર જાતે આદિવાસી, વિક્રમ સીતારામ જાટમ, રાજેશ મુળજીભાઇ પટેલ તથા પ્રવિણ રણછોડભાઇ પટેલ રહે. બધા હાલ એપલ સીરામીક કારખાનામાં બંધુનગર વાળાની સામે તેના ભાઈ મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભરની હત્યાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મંગલસિંગ લક્ષ્મણભાઈ ભાભર શંકાસ્પદ લાગતા તેને પકડીને ચારેય આરોપીઓએ તેને ઢીકાપાટુ, લાકડી કે ધોકા વડે માર માર્યો હતો જેથી મંગલસીંગનું મોત નીપજયું છે માટે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News