મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કાલથી સંકલ્પ નવરાત્રિ મહોત્સવ શરૂ: તમામ બેહનો માટે ફ્રી એન્ટ્રી


SHARE











મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કાલથી સંકલ્પ નવરાત્રિ મહોત્સવ શરૂ: તમામ બેહનો માટે ફ્રી એન્ટ્રી

મોરબીમાં છેલ્લા ૧૪ વર્ષથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જો કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે આયોજન કરવામાં આવ્યું ન હતું અને આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અર્વાચીન રાસોસ્તવમાં તમામ સમાજની બહેનો ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવી છે અને જુદાજુદા વિસ્તારમાંથી બહેનોને પોતાના વાહન મારફતે લઈ આવીને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં લઈ આવવા સુધીનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે  

આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે છેલ્લા ૧૪ વર્ષથી માતાજીની ભક્તિની સાથે દેશભક્તિ પણ જગાવતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રી મહોત્સવનું લીલાપર- કેનાલ રોડ પર આવેલ  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. વધુમાં આયોજક દેવેનભાઇ રબારીએ જણાવ્યુ છે કે, અર્વાચીન રાસોત્સવમાં મન મુકીને રાસ ગરબે ઝૂમવાની દરેક બહેનોની ઈચ્છા હોય છે. પરંતુ મોંઘી ટિકિટ હોવાને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય બહેનો મોટા અર્વાચીન રાસોત્સવમાં લાભ લઈ શકતા ન હતા. ત્યારે તમામ જ્ઞાતિની બહેનો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર સુરીક્ષિત અને પારિવારિક માહોલમાં રાસ ગરબે ઝૂમી શકે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે આ ઉપરાંત વિશાળ સ્ટેજ, આધુનિક સાઉન્ડ સિસ્ટમ, તેમજ ટ્રેડિશનલ ડ્રેસવાળા, પરિવાર સાથે તેમજ  જનરલ એમ ત્રણ જેટલા ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત દરરોજ વિજેતા પ્રિન્સ પ્રિન્સેસને લાખેણા ઇનામો પણ આપવામાં આવશે. વધુમાં દેવેનભાઈએ કહ્યું છે કે, ગરબામાં અવનવા સ્ટેપ્સ આવતા હોય છે તે પણ બહેનોને શીખવવા માટેનું આયોજન કર્યું હતું જેનો એક હજાર જેટલા બહેનોએ લાભ લીધો હતો અને સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ માતાની ભક્તિ સાથે સામાજિક ચેતના જગાવતા જનજાગૃતિ લક્ષી કાર્યક્રમો કરાશે. તેમજ દર વખતે પહેલા માતાજીની આરતી બાદ ભારત માતાની આરતી કરવામાં આવશે. 






Latest News