મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસે પાલણપીરના મેળામાં પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે આવેલ પાલણપીરની જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાંથી લોકો આવતા હોય છે અને દરમિયાન આજે ત્યાં બોટાદ જિલ્લામાંથી આવેલ યુવાન કુંડના પાણીમાં ડૂબી જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે ત્યાં પહોંચીને યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

ટંકારા તાલુકાના હડમતીયા ગામ પાસે આવેલ પાલણપીરની જગ્યાએ દર વર્ષે ત્રણ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે દરમિયાન આજે મેળાનો છેલ્લો દિવસ હોય સમગ્ર ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાંથી લોકો મોટી સંખ્યામાં ત્યાં દર્શન કરવા માટે અને મેળામાં મોજ કરવા માટે આવ્યા હતા અને ત્યારે બોટાદ જિલ્લામાંથી વિજય ભલાભાઇ ચાવડા (ઉંમર 17) નામનો યુવાન પણ આવેલ હોય તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News