ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં નોંધાયેલ લેન્ડ ગ્રેબિંગની તપાસ-પ્રોસીડીંગ ઉપર અરજીના નિકાલ સુધી હાઇકોર્ટનો સ્ટે


SHARE







વાંકાનેરમાં નોંધાયેલ લેન્ડ ગ્રેબિંગની તપાસ-પ્રોસીડીંગ ઉપર અરજીના નિકાલ સુધી હાઇકોર્ટનો સ્ટે

વાંકાનેર તાલુકાના ચંદ્રપુરા ગામના રહીસો અહેમદહશેન ગુલાબભાઈ શેરસીયા, ફૈજલ ગુલાબભાઈ શેરસીયા, સોયબ ગુલાબભાઈ શેરસીયા, રોશનબેન ગુલાબભાઈ શેરસીયા સામે તે જ ગામના રહીશ હનીફાબેન ગુલામહુશેન ગનીભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબીંગ એકટની કલમ ૪ (૩), ૫(ગ) તથા ઈ.પી.કો. કલમ ૫૦૪,૫૦૬(૨) તથા કલમ ૧૧૪ મુજબની ફરિયાદ આપતા આરોપીઓને ધોરણસર અટક કરેલ અને તેમાં તે તમામને મોરબીના એડી.સેસન્સ જજની કોર્ટે જમીન મુકત કરેલ હતા.

આ તમામ ઈસમોએ હાઈકોટૅમાં સ્પે. ક્રિમીનલ અપીલ દાખલ કરી હતી અને લેન્ડ ગ્રેબીંગ એકટના વાઈરસ ચેલેન્જ કરી આ અરજીના આખરી નિકાલ થતાં સુધી થયેલ ફરિયાદની તપાસ તથા તમામ પ્રોસીડીંગ સ્ટે કરવા અરજી અહેવાલ કરેલ હતો. અને અરજદારોની અરજી સાંભળી હાઈકોર્ટે અરજદારની અરજી મંજુર કરી હતી અને થયેલ ફરિયાદની તપાસ તથા તમામ પ્રોસીડીંગ ઉપરોકત સ્પે. અરજીના આખરી નિકાલ સુધી સ્ટે કરતો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં તમામ અરજદારો તરફે મોરબીના વકીલ પુષ્પાબેન કે.ભટ્ટ તથા કૈાશિકભાઈ એ. ભટ્ટ રોકાએલ હતા.






Latest News