મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં લોકો માટે નહીં નેતાને સારું બતાવવા અને પાર્ટીનું ખરાબ ન લાગે તે માટે રોડમાં મારે છે થીગડા: વસંતભાઇ ગોરીય


SHARE











મોરબીમાં લોકો માટે નહીં નેતાને સારું બતાવવા અને પાર્ટીનું ખરાબ ન લાગે તે માટે રોડમાં મારે છે થીગડા: વસંતભાઇ ગોરીય

મોરબી શહેરનો સનાળા રોડ છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી ખખડતા હાલતમાં હતો જેથી કરીને તેને રીપેર કરવા માટે આમ આદમી પાર્ટી સહિત જુદા જુદા સંગઠનો અને સામાની લોકો દ્વારા શાસકો અને અધિકારીઓને રજૂઆત કરી હતી તેમ છતાં પણ આ ભંગાર રસ્તાને રીપેર કરવા માટે થઈને કોઈપણ જાતની કામગીરી કરવામાં આવતી ન હતી. જો કે, મંગળવારના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરબીમાં આવી રહ્યા છે ત્યારે યુદ્ધના ધોરણે શાહસકો અને તંત્ર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા શાસકો અને અધિકારીઓ ઉપર ગંભીરા આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેઓએ જણાવ્યું છે કે લોકો માટે નહીં પરંતુ નેતા માટે આ તંત્ર કામગીરી કરવામાં આવી રહી છે

ગુજરાતમાં સૌથી વધુ ટેક્સ મોરબીમાંથી સરકારને મળતો હશે તેમ છતાં પણ મોરબીની કમનસીબીએ છે કે અહીંયા રોડ રસ્તાની પણ સારી સુવિધા મળતી નથી તે હકીકત છે અને જો વાત કરીએ મોરબીના મુખ્ય માર્ગ એવા સનાળા રોડથી લઈને સર્કિટ હાઉસ સુધીના રોડની તો છ મહિના કરતાં વધુ સમયથી આ રસ્તો ભંગારમાં હતો અને ઠેર ઠેર રસ્તા ઉપર ગાબડાં પડી ગયા હતા અને ધૂળની ડમરીઓ ઉડતી હતી તેમ છતાં પણ જવાબદાર અધિકારીઓ અને શાસકો દ્વારા આ રસ્તાનું રીપેરીંગ કામ કરવા માટેની નકાર કામગીરી કરવામાં આવતી ન હતી જેથી કરીને અગાઉ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, અન્ય સંગઠનો અને સામાન્ય લોકો દ્વારા રોડ રસ્તા રીપેર કરવા માટે શાસકો અને અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી

જોકે ત્યારે તેઓના પેટનું પાણી પણ હલતું ન હતું અને કોઈ કામગીરી કરવામાં આવતી ન હતી તે વાસ્તવિકતા છે પરંતુ મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરબીમાં આવી રહ્યા છે અને તેનો રોડ શો યોજવાનો છે ત્યારે રોડ ઉપર રૂડું રૂડું દેખાડવા માટે થઈને હાલમાં તંત્ર અને શાસકો કામે લાગી ગયા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયા દ્વારા તેના ઉપર ગંભીરાક્ષેપ કરવામાં આવ્યો છે અને તેઓએ કહ્યું છે કે શાસકો અને અધિકારીઓને અવારનવાર રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા માટે રજૂઆત કરવામાં આવે છે તો તેને ધ્યાને લેવામાં આવતી નથી જો કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મોરબી આવવાના છે ત્યારે તંત્ર રોડ રસ્તાના કામને યુદ્ધના ધોરણે રાતોરાત કરી રહ્યું છે જેથી શાસકો અને તંત્ર સામાન્ય લોકો માટે નહીં પરંતુ નેતાઓ માટે કામ કરે છે અને પાર્ટીનું ખરાબ ન લાગે તે માટે હાલમાં મોરબીમાં કામ કરવામાં આવી રહ્યું છે તેવો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખે કરલે છે






Latest News