મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ત્રણેય વિધાનસભા મતવિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણુંક કરાઇ


SHARE







મોરબીના ત્રણેય વિધાનસભા મતવિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણુંક કરાઇ

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાઈ શકે અને ચૂંટણીનું સરળ સંચાલન અને નિરીક્ષણ થાય તેમજ રાજકીય પક્ષો તથા ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખી શકાય તે હેતુસર જિલ્લામાં સમાવિષ્ટ પ્રત્યેક મતવિસ્તાર માટે મદદનીશ ખર્ચ નિરીક્ષકની નિમણૂંક કરવામાં આવી છે.

જે અન્વયે મોરબી જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે મદદનીશ કમિશનર સેન્ટ્રલ જીએસટી, મોરબી ડિવિઝન-૧ ના અધિક્ષક આર.જે. જાડેજા, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે અધિક્ષક કમિશનરશ્રી ઇન્કમટેક્સના  આવકવેરા અધિકારી ચંદ્રેશભાઇ જોશી તેમજ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકે મદદનીશ કમિશનરશ્રી સેન્ટ્રલ જીએસટી, મોરબી ડિવિઝન-૨ ના અધિક્ષક નીરજભાઈ દવેની નિમણુક કરવામાં આવી છે. આ અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચની વખતની સૂચનાઓ તથા ખર્ચ નિરીક્ષકની સુચના તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી મળતી સૂચનાઓ મુજબની કામગીરી કરવાની રહેશે. ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ અંગેની જોગવાઈ અનુસાર ચૂંટણી અંગેનું જાહેરનામું  બહાર પડે તે તારીખથી મદદનીશ ખર્ચ નિરીક્ષક તરીકેની ફાળવેલ મત વિભાગ વિસ્તાર માટે કામગીરી કરવાની રહેશે.






Latest News