મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરકંકાસના લીધે પુલેથી નીચે ઝંપલાવનાર મહિલાનો ફાયરની ટીમે જીવ બચાવ્યો


SHARE







મોરબીમાં ઘરકંકાસના લીધે પુલેથી નીચે ઝંપલાવનાર મહિલાનો ફાયરની ટીમે જીવ બચાવ્યો

મોરબીના મયુર પુલ ઉપરથી આજે સવારના સમયે એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી અને નીચે મચ્છુ નદીના પાણીમાં પડી જતા લોકો દ્વારા તાત્કાલીક પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અને મહિલાને પાણીમાંથી બહાર કાઢીને તેણીનો જીવ બચાવી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી જે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેની નામ અનસોયાબેન નરેશભાઇ દેગામા (૩૨) રહે. મૂળ ખખરેચી હાલ રણછોડનગર નવલખી રોડ વાળા હોવાનું સામે આવ્યું છે અને પરિવારના કોઈ કારણોસર તેને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે

યુવાનનું મોત

મોરબી તાલુકાના વાંકીયા ગામની સીમમાં પિયુષભાઈ લવજીભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતા વિક્રમભાઈ મથુરભાઈ સંગોળ (૩૦) હાલ રહે. વાંકીયા તા.હળવદ મૂળ રહે.પીપરીયા ટાંકરવા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ નામના યુવાનને ગત તા.૯-૯ ના રોજ છાતીમાં દુખાવા સાથે સારવાર માટે મોરબી ખસેડાયો હતો અને અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસને નોંધ કરી બનાવની આગળની તજવીજ હાથ ધરી છે






Latest News