જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

અજબ પ્રેમ કી ગજબ કહાની : મોરબીમાં ૨૦ વર્ષીય યુવતીને થયો ૧૭ વર્ષના યુવાન સાથે પ્રેમ, ઘરેથી ગુમ થયા બાદ પોલીસે મામલો થાળો પાડ્યો


SHARE









અજબ પ્રેમ કી ગજબ કહાની : મોરબીમાં ૨૦ વર્ષીય યુવતીને થયો ૧૭ વર્ષના યુવાન સાથે પ્રેમ, ઘરેથી ગુમ થયા બાદ પોલીસે મામલો થાળો પાડ્યો

મોરબીમાં અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો કિસ્સો સામે આવ્યો હતો અને તેમાં ૨૦ વર્ષની યુવતીને તેનાથી નાની ઉંમરના એટલે કે ૧૭ વર્ષીય યુવાનની સાથે પ્રેમ થઈ જતા તે યુવતી ઘર છોડીને ચાલી ગઈ હતી..!(મા-બાપ અને કટુંબ પરીવારનો વિચાર કર્યા વિના...!) જોકે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે કુનેહ વાપરીને યુવતીને સમજાવીને તેના પરિવારજનોને સુપ્રત કરી હતી.

મોરબીમાં શનાળા રોડ ઉપર રહેતા એક પરિવારની વીસ વર્ષની યુવતી ગત તા.૯-૯ ના બપોરના બે વાગ્યાના અરસામાં ઘરેથી દુકાને વસ્તુ લેવા જાઉં છું તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી અને ઘરમેળે શોધખોડ કરવા છતાં પણ યુવતીના પરિવારજનોને યુવતીની ભાળ લાગી ન હતી.જોકે બાદમાં ગુમ થયેલ યુવતીના પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં અજીબ કિસ્સો સામે આવ્યો હતો.જેમાં ગુમ થયેલ ૨૦ વર્ષીય સ્થાનીક યુવતીને ૧૭ વર્ષીય નેપાળી યુવાન સાથે પ્રેમ થઈ ગયો હોય અને તેને વાતને લીધે યુવતી ભાગી ગઈ હતી.જોકે અમદાવાદ ખાતેથી તે મળી આવતા હાલ પરિવારને સાથે રાખી તે યુવતીનું પોલીસ દ્રારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને સમજાવીને તેણીને તેના પરિવાર સાથે મોકલી આપવામાં આવી હતી.હાલ સોશિયલ મીડિયા અને દેખાદેખીના આ જમાનામાં યુવાધન ગેરમાર્ગે ન દોરવાઈ જાય એ માટે દરેક પરિવારે પણ ધ્યાન રાખવું જોઈએ અને પોલીસ દ્વારા જે આ સરાહનીય કામગીરી કરવામાં આવી તેને પણ ખરેખર બિરદાવવી જ રહી.

મજૂર યુવાનનું મોત

મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ ફાસ્ટેન લેમિનેટ્સના લેબર ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા મુનેશ્વરસિંહ પ્રતિપાલસિંહ નામનો એકત્રીસ વર્ષીય યુવાન તા.૧૪ ના સાંજના ચારેક વાગ્યે અચાનક બેભાન થઈ જતા તેને સારવાર માટે સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને બેભાન હાલતમાં વધુ સારવાર અર્થે રાત્રિના નવેક વાગ્યે આયુષ હોસ્પિટલે ખસેડ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા દ્વારા બનાવ અંગે નોંધ કરીને મૃતદેહનું પીએમ કરાવી મોતનું ખરૂ કારણ જાણવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News