મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી.) તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માળીયા તાલુકા કોંગ્રેસની માંગ


SHARE







માળીયા (મી.) તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માળીયા તાલુકા કોંગ્રેસની માંગ

માળીયા (મી.) તાલુકામાં ચાલુ વર્ષે સતત વરસાદના લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે જેથી કરીને આ તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપીને રાજ્યના કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી છે આ તકે માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયા, સતિષભાઈ વામજા, માળીયા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા અશોકભાઈ કૈલા, બળદેવભાઈ દેત્રોજા, ચંદુભાઈ બાપોદરીયા તથા અલ્પેશભાઈ દેત્રોજા સહિતના હાજર રહ્યા હતા અને રજૂઆત કરેલ છે કે, સતત વરસાદ પડવાના લીધે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો વાવણી કરી શક્યા નથી. અને જેને વાવણી કરેલ છે તે નિષ્ફળ ગયેલ છે જેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવીને માળીયા (મી.) તાલુકાને સંપૂર્ણ લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરેલ છે અને જો યોગી નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતોના સહકારથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News