મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમા નવયુગ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દીવસની ઉજવણી કરાઈ 


SHARE







મોરબીમા નવયુગ કોલેજ ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દીવસની ઉજવણી કરાઈ 

૧૦ સપ્ટેમ્બર નાં રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત આજરોજ નવયુગ મહિલા કોલેજ- વિરપર ખાતે જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા આત્મહત્યા નિવારણ અંગે એક પ્રોગામનું આયોજન કરવામા આવ્યુ હતું.

જનરલ હોસ્પિટલ મોરબીના અધિક્ષક ડૉ. દુધરેજીયા તથા જીતેન્દ્ર મિશ્રા (એ.એચ.ઓ) નાં માર્ગદર્શન હેઠળ વિશ્વ આત્મહત્યા નિવારણ દિન નિમિત્તે નવયુગ મહિલા કોલેજ- વિરપર ખાતે પ્રોગામનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં વિધાર્થીઓને સમજ મળી રહે તે માટે લેકચર અને એક નાની પ્રશ્ન જવાબ એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું હતુ. નવયુગ કોલેજનાં ટ્રસ્ટી પ્રિન્સિપાલ અને ત્યાંના એચ.આર પારુલબેનનો કાર્યક્રમને સફળ બનાવામાં બહોળો ફાળો રહ્યો હતો.જનરલ હોસ્પિટલ મોરબીના માનસિક રોગ વિભાગ માં ફરજ બજાવતા દિવ્યાબેન ગોહેલ (ક્લિનિકલ સાયકોલોજિસ્ટ) અને હિતેશ પોપટાણી( સોશ્યલ વર્કર)એ કાર્યક્ર્મમાં હાજર રહીને આત્મહત્યા નિવારણ અંગેની સમજ પૂરી પાડી હતી અને સાથે વિધાર્થીઓ મન માં ઉદભવતા પ્રશ્નોનાં જવાબ આપીને મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતુ.






Latest News