ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં હોટેલના માલિક અને વેઇટરને ૨૦ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના વાડી વિસ્તારમાં હોટેલના માલિક અને વેઇટરને ૨૦ શખ્સોએ માર માર્યો

મોરબીના શનાળા રોડ પાસે આવેલ હોટલમાં કામ કરતા નેપાળી વેઈટર રવાપર રોડ ઉપર પોતાના સબંધીના ઘરે જન્મદિવસની ઉજવણીમાં જતા હતા ત્યારે ગંદારાની વાડી પાસે તેને ચોર સમજીને ૨૦ થી વધુ લોકોએ અમર માર્યો હતો અને હોટલના માલિકને વેઈટર પાસે ફોન કરાવીને બોલાવ્યો હતો બાદમાં તેને પણ માર માર્યો હતો જેથી કરીને હોટલના માલિકે હાલમાં ૨૦ શખ્સોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા ગામે રહેતા અને ત્યાં માધવ હોટલ ધરાવતા નરેશભાઇ માધવજીભાઇ કાંજીયા હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નવીનભાઇ નકુમ રહે. ગંદરાની વાડી, પ્રવીણભાઇ નકુમ રહે. ખેરની વાડી, મહેશભાઇ કંઝારીયા રહે. ખેરની વાડી, સુરેશ પરમાર રહે. ગધેઇની વાડી અને રઘુભાઇ દાનાભાઇ નકુમ રહે.ગંદરાની વાડી તેમજ પંદરેક અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુરુવારે રાતે તેમની હોટલમાં વેઈટર તેમજ હેલ્પર તરીકે કામ કરતા  જીવન દલભાઇ સુથારી,  વિકાસ રામસીંગ પરીયારકમલ દંગલીભાઇ ૫રીયા૨,  કીરણ નીતીનભાઇ પરીયાર અને સુજાન પદમભાઇ મગર રાત્રીના અગ્યાર વાગ્યા સુધી હોટલે હતા અને બાદમાં રવાપર રોડ ઉપર રહેતા વીકાસ રામસીંગ પરીયારના મોટોભાઇ ગેની રામસીંગ પરીયારના દીકરાનો જન્મ દિવસ હોય ત્યાં જતા હતા.

ત્યારે ગંદરાની વાડી પાસે તેઓને રોકીને આરોપીઓને તમે ચોરી કરવા આવ્યા છો તેવું કહીને માર માર્યો હતો અને વેઇટરે હોટલ માલિક નરેશભાઇ માધવજીભાઇ કાંજીયા સાથે ફોનમાં વાત કરાવતા નરેશભાઈ ત્યાં આવ્યા હતા અને તે પાંચેય તેના કર્મચારી હોવાનું જણાવ્યુ હતું તો પણ વેઇટરો તેમજ હોટલના માલિક નરેશભાઈને માર માર્યો હતો જેથી કરીને તમામને ૧૦૮ મારફતે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ નરેશભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News