મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી એકાદ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાનની પત્નીનું આઠ લોકો દ્વારા છરીની અણીએ કરાયું અપરણ


SHARE











મોરબીમાંથી એકાદ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાનની પત્નીનું આઠ લોકો દ્વારા છરીની અણીએ કરાયું અપરણ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે રહેતા અને મૂળ થાન પંથકના યુવાનના પત્નીનું ગઈકાલ બપોરે યુવતીના પરિવારજનો દ્વારા છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.એકાદ વર્ષ પહેલાં યુવાને પ્રેમ લગ્ન કર્યા હોય અને તે અગાઉ વિરમગામ (અમદાવાદ) અને હાલમાં મોરબીના બંધુનગર ગામ નજીક રહેતો હોય ત્યાંથી તેની પત્નીનું ત્રણ જેટલી કારમાં આવેલા આઠ-નવ ઈસમો દ્વારા છરીની અણીએ અપહરણ કરી જવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હાલ તાલુકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ અમદાવાદ જીલ્લાના વિરમગામમાં રેલ્વે ફાટક પાસે કાળુભાઈ મારવાડીના મકાનમાં ભાડે રહેતા તેમજ મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના થાનમાં ઝાલાવાડ પોટરી મફતપરા રવિનગર પાસેનો રહેવાસી મહેશભાઈ પ્રભુભાઈ માત્રાણીયા જાતે કોળી નામનો ૨૧ વર્ષીય યુવાન હાલ મોરબીના બંધુનગર પાસે આવેલ ઇન્ડિયન ઓઇલ પંપ પાસે રહેતો હોય અને ત્યાંથી તેની પત્ની લક્ષ્મીબેન મહેશભાઇ માત્રાણીયા જાતે કોળી (લક્ષ્મીબેન અમરશીભાઇ રાઠોડ) નું અપહરણ કરવામાં આવ્યું હોય હાલ ભોગ બનેલ યુવાન મહેશભાઇએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવેલ છે.હાલમાં મહેશ પ્રભુભાઇ કોળીએ તાલુકા પોલીસ મથક ખાતે અશોક કેશાભાઇ ધરજીયા રહે.અનસોયાનગર થાન, જીણા કેશાભાઇ ધરજીયા રહે.અનસોયાનગર થાન, ફરિયાદીના પત્નીના ફૈબાનો દીકરો વિપુલ રહે.થાન, ફરિયાદીના પત્નીના મોટાબાપુ પ્રભુભાઈ ચમનભાઈ રાઠોડ રહે. વિનયગઢ તા.વાંકાનેર, ફરિયાદીના સાસુ વસંતબેન રહે.વિનયગઢ તા.વાંકાનેર, વાંકાનેર તાલુકાના મનડાસર ગામે રહેતા ફરિયાદીના પત્નીના મામી કે જેનું નામ આવડતું નથી તે તેમજ તેઓની સાથે આવેલ બે-ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સામેવાળાઓ સફેદ કલરની ઇકો કાર નંબર જીજે ૩૬ એલ ૧૩૬૦ તેમજ કાળા કલરની બોલેરો અને અન્ય એક સફેદ કલરની કાર એમ ત્રણ અલગ અલગ કારમાં આવ્યા હતા અને એકસંપ કરીને ગેરકાયદેસર મંડળી રચી પોતાના સમાન ઈરાદો પાર પાડવાના માટે અશોક અને વિપુલ તેમજ તેઓની સાથેના બે અજાણ્યા ઇસમો કે જેઓએ છરી જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કર્યા હતા તેઓએ છરીની અણીએ ફરિયાદી મહેશભાઈ કોળીને ગાળ આપી ઢીકાપાટુનો મુઢ માર મારીને ફરિયાદીના પત્ની લક્ષ્મીબેનનું અપહરણ કરીને લઇ ગયેલ છે.હાલમાં આઇપીસી કલમ ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭ સહીતની રાયટીંગની કલમો હેઠળ ઉપરોક્ત ઇસમોની સામે અપહરણની ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.વી.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં પોતાના ઘેર મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી મધુબેન ઉમેશભાઈ અદગામા નામના ૨૬ વર્ષીય મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામે રહેતા અમિત નરોતમભાઈ રાઠોડ નામના ૨૬ વર્ષીય યુવાનને મહેન્દ્રનગર ગામે આવેલ બાલમંદિર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.બંને બનાવો અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા મારામારીના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News