મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે ચક્કર આવતા નીચે પડી ગયેલ પરિણીતાનું મોત: ૧૫ દિવસના બાળકે માતાની છત્રછાયા ગુમાવી


SHARE







હળવદના માથક ગામે ચક્કર આવતા નીચે પડી ગયેલ પરિણીતાનું મોત: ૧૫ દિવસના બાળકે માતાની છત્રછાયા ગુમાવી

હળવદ તાલુકાના માથક ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતી પરણીતાને થોડા સમય પહેલા ડીલેવરી આવ્યા બાદ તે ઘરે હતી ત્યારે ચક્કર આવતા તે પડી ગઈ હતી જેથી તેને ઈજા થયેલ હોવાથી સારવાર માટે પ્રથમ ચરડવા અને ત્યાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

હળવદ તાલુકાના માથક ગામે કાનાભાઈ બાલાભાઈ ભરવાડની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વાસુદેવભાઈ ગોવિંદભાઈ નાયકના પત્ની ઉર્મિલાબેન (ઉંમર ૨૦) ને ચક્કર આવતા પડી જવાથી તેઓને ઇજા થતાં પ્રથમ સારવાર માટે ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તે પરણીતાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતિ મુજબ પરણીતાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને ૧૫ દિવસનો એક દીકરો છે અને ગત તા. ૨૨/૮  ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઉર્મિલાબેનને સિઝેરિયન ઓપરેશન કરીને ડીલેવરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ ઘરે હતા ત્યારે ચક્કર આવતા નીચે પડી ગયા હતા જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News