મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાનાર રમેશભાઈ ઓઝાની કથાનું કેન્દ્રિય મંત્રીઓને રૂબરૂ આમંત્રણ આપતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબીમાં યોજાનાર રમેશભાઈ ઓઝાની કથાનું કેન્દ્રિય મંત્રીઓને રૂબરૂ આમંત્રણ આપતા માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના સમયે અવસાન પામેલા લોકોના મોક્ષર્થે કથાનું આયોજન કર્યું છે અને તેના ગામડે ગામડે જઈને કાંતિભાઈ અમૃતિયા દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવેલ છે તેવી જ રીતે કેન્દ્રિય મંત્રીઓને પણ રૂબરૂ મળીને કાંતિભાઈ અમૃતિયા દ્વારા કથામાં આવવા માટેના આમંત્રણ આપવામાં આવેલ છે

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. અને મહાવિનાશક કોરોનામાં લોકોના સંખ્યાબંધ સગા સંબંધીઓના અવસાન થયા હતા અને કદાચ એમના અંતિમ સંસ્કાર પણ આપણી પરંપરા કે વિધિ મુજબ કરી શક્યા નથી. એવા સમયે કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે, કોરોનામાં હતભાગી થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે અને આગામી ૧૨ તારીખથી પ્રખર ભગવદાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ શરૂ થવાનો છે ત્યારે અગાઉ મોરબી અને માળીયા તાલુકાના લોકોને ગામડે ગામડે જઈને કાંતિભાઈ અને તેની ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આટલું જ નહીં કાંતિભાઈ અમૃતિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલાવ્યું હતું તેની સાથોસાથ લોકલાડીલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા અને દેવુસિંહ ચૌહાણને રૂબરૂ મળીને આમંત્રણ આપેલ છે




Latest News