મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રાનગરમાં એસિડ પીને વૃદ્ધાએ કર્યો આપઘાત


SHARE











મોરબીના ચિત્રાનગરમાં એસિડ પીને વૃદ્ધાએ કર્યો આપઘાત

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાયમોલની સામેના ભાગમાં આવેલ ચિત્રાનગરમાં રહેતા વૃદ્ધા પોતાના ઘરે કોઈ કારણોસર એસિડ પી ગયા હતા જેથી તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા જેથી આપઘાતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બીમારી સબબ અંતિમ પગલુ ભરી લેવાના આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસે ચિત્રાનગરમાં રહેતા નરભેરામભાઈ પરસોતમભાઈ ફુલતરીયાના પત્ની ગીતાબેન (ઉંમર ૬૧) પોતાના ઘરે એસિડ પી ગયા હતા જેથી તેમને બેભાન હાલતમાં મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. ત્યાર બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા હોય તેમના જણાવ્યા મુજબ બીમારીથી કંટાળીને મૃતકે અંતિમ પગલુ ભરી લીધુ હતુ.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા અને રીક્ષા ચલાવવાનું કામ કરીને ગુજરાન ચલવતા રફીકભાઇ સલેમાનભાઈ રતનીયા નામના ૪૬ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘેર ફીનાઇલ પી લીધું હતું.જેથી હાલ તેને ગંભીર હાલતમાં અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવને પગલે હાલમાં બીટ જમાદાર વી.ડી.મેતા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.તેઓના જણાવ્યા પ્રમાણે રફિકભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને દરમિયાનમાં તેઓએ અન્ય પાસેથી પૈસા લીધા હોય અને થોડું દેણું થઈ ગયું હોય તથા કામ ધંધો પણ બરોબર ચાલતો ન હોય આર્થિક સંકળામણના લીધે તેઓએ આ પગલું ભરી લીધુ હોય તેવું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સમજુબેન શીવાભાઈ કોળી નામના ૫૬ વર્ષીય આધેડ મહિલા પોતાના પુત્રના બાઈકની પાછળ બેસીને જતા હતા ત્યારે દહીંસરા ગામના ફાટક પાસે તેઓની સાડી બાઈકના વ્હીલમાં આવી જતા ગળુ દબાઈ ગયું હતું અને તેઓ બાઇકની પાછળથી નીચે પડી ગયા હતા જેથી તેઓને ફેક્ચર જેવી ઇજાઓ સાથે સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઘુંટુ રોડ નજીક રહેતા ડુંગરભાઇ દિનકરભાઇ રાંકજા નામના ૨૮ વર્ષના યુવાનને ત્રાજપર ચોકડી નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ તથા સારવારમાં સિવિલે ખસેડાયો હતો






Latest News