મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબી પાલીકાના જોખમી બિલ્ડીંગમાં ભયના ઓથાર નીચે કામ કરતાં કર્મચારીઓની સલામતી સામે સવાલ


SHARE







મોરબી પાલીકાના જોખમી બિલ્ડીંગમાં ભયના ઓથાર નીચે કામ કરતાં કર્મચારીઓની સલામતી સામે સવાલ

મોરબી નગર પાલીકા કચેરી હાલમાં ખંઢેર હાલત છે અને છતમાંથી પોપળા પડતા હોય છે જેથી કરીને કર્મચારીઓ ભયના ઓથાર નીચે કામ કરી રહ્યા છે ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા આ મુદે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને યોગ્ય સમારકામ કરવાની માંગ કરેલ છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયાએ હાલમાં કલેક્ટરને રજૂઆત કરી છે કે, મોરબી પાલિકાની એ ગ્રેડમાં આવે છે જો કે, પાલીકાનું બીલ્ડીંગ તંત્રના પાપે ખંઢેર જેવુ થઈ ગયું છે અમે ઘણી વખત છતમાંથી પોપળા પડતા હોય છે જે ગમે ત્યારે કર્મચારી કે પછી અરજદાર ઉપર પડે તેવી શક્યતા છે અને જો કોઇની ઉપર છતમાંથી પોપળા પડે અને ઇજા થાય કે જીવલેણ અકસ્માત બને તો તેના માટે જવાબદાર કોણ ? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે અને પાલિકામાં કોઈ દુર્ઘટના બને તે પહેલા નવી ઓફીસનું કામ બંધ છે તેને ચાલુ કરીને વહેલી તકે નવી ઓફિસને કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ વાધપરા વિસ્તાર ડો. બળવંતભાઇના દવાખાનાની સામે, ખોખાણી શેરીમાં, મહાજન ચોક પાસે ઘણી જર્જરિત બિલ્ડીંગો છે જે ગમે ત્યારે લોકો માટે જીવલેણ બને તેમ છે જેથી કરીને આવી બિલ્ડીંગોને તોડી પાડવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સ્થાનિક લેવલેથી કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવશે 




Latest News