મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે
Breaking news
Morbi Today

મોરબી પાલીકા સંચાલીત સીટીબસ ઘુંટુ સુધી લંબાવો : પી.પી.જોષી


SHARE







મોરબી પાલીકા સંચાલીત સીટીબસ ઘુંટુ સુધી લંબાવો : પી.પી.જોષી

મોરબીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને તાજેતરમાં શરૂ કરાયેલ સીટી બસને ઘુંટું સુધી લંબાવવાની માંગ કરવામાં આવેલ છે.કારણ કે ગેસ પુરાવા માટે મહેન્દ્રનગર સુધી સીટી બસો જતી હોય ત્યાંથી ઘુંટુ નજીકના આંતરે જ આવેલ હોવાથી જો ત્યાં સુધી બસ લંબાવવામાં આવે તો આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ, કારખાને જતા લોકો સહિતના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને આ સેવાનો લાભ મળી શકે તેમ છે.

મોરબીમાં સીટી બસનો પ્રારંભ કરેલ જે બદલ પાલીકાને ધન્યવાદ સાથે પી.પી.જોષીએ ચિફ ઓફીસરને જણાવેલ છે કે આ સીટી બસને ઘુંટુ સુધી લંબાવવી જરૂરી છે.કારણકે આ રોડ ઉપર વીસથી પચ્ચીસ જેટલી સોસાયટી આવેલ છે.જેનો લાભ આ વિસ્તારને મળી શકે અને જનતાને સસ્તા ભાડામાં મોરબી આવી શકે હાલમા આ સીટી બસ માળીયા ફાટક સુધી આવે છે અને ત્યાં ગેસ ભરાવવા સીએનજી પંપે જાય છે.ત્યાંથી ફકત બે કીલોમીટરના અંતરે ઘુંટુ આવેલ છે.જેનુ વધારે અંતર નથી અહીં સુધી તો બસ આવે છે.આ બસને ફકત બે કીલોમીટર લંબાવવામા આવે તો આ વિસ્તારની સોસાયટી વિસ્તારને તેમજ ગ્રામ્ય તેનો લાભ મળે અને નગરપાલીકા ને આવકમા વધારો થાય તેમ છે . કારણકે આ સોસાયટી વિસ્તારમા બધા શ્રમજીવી લોકો રહે છે અને મોરબી ખાતે રોજીરોટી રળવા આવે છે.આ સીવાય વિદ્યાર્થીઓ મોરબી ખાતે અભ્યાસ અર્થે આવે છે તેમજ આઇટીઆઇ જવા માટે પણ વિદ્યાર્થીઓ આબસસેવાનો લાભ લઇ શકે તેમ છે તના માટે સમયનું યોગ્ય આયોજન કરીને આ બસસેવાને ઘુંટુ સુધી લંબાવવાની ખાસ જરુર છે.જેથી ગરીબ પ્રજાને મોંઘાદાટ રીક્ષા ભાડા હાલમા ખર્ચ કરવો પડે છે.જેનાથી મુકિત મળે તો આ બાબતે આપના તરફથી યોગ્ય સહકાર આપી બસ ચાલુ કરવી તેવી વિનંતી અહીંના પી.પી.જોષીએ કરેલ છે.




Latest News