સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ


SHARE





મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

મોરબી જિલ્લામાં સતત વરસાદ પાડવાના લીધે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા હતા જેથી કરીને ઘણા ગામના ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું છે ત્યારે મોરબી અને માળીયા તાલુકાના આઠ ગામોમાં પાક નિષ્ફળ ગયો છે જેથી કરીને તે ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ માંગ કરવામાં આવી છે અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે

મોરબી અને માળીયા તાલુકાના સરપંચના નેજા હેઠળ હાલમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, સતત વરસાદના લીધે મોરબી અને માળીયા (મી.)ના અનેક ગામોમાં પાકને નુકશાન થયું છે જેમાં ગોર ખીજડીયા, રાજપર, કુંતાસી, બગથળા, માણેકવાડા, દેરાળા, જેપર, બિલિયા, માનસર સહિતના ગામના સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરીને ચોમાસું પાક નિષ્ફળ ગયો છે માટે વહેલી તકે આ ગામોને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News