મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કર્મચારી મહામંડળના આંદોલનમાં જોડાવા શૈક્ષિક મહાસંઘ દ્વારા આહવાન 


SHARE







મોરબી જીલ્લામાં કર્મચારી મહામંડળના આંદોલનમાં જોડાવા શૈક્ષિક મહાસંઘ દ્વારા આહવાન 

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા માં જિલ્લાના અને  તાલુકા દરેક કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ઓનલાઇન બેઠકનું આયોજન કરવામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અંતર્ગત શિક્ષકનો પ્રાણ એવો પ્રશ્ન જુની પેન્શન યોજના લાગુ કરવા માટે અને સાતમા પગાર પંચ મુજબ ભથાઓ આપવા માટે પ્રશ્નોની આજરોજ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી છે અને મિટિંગની શરૂઆત સૌ પ્રથમ નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠનમંત્રથી કરવામાં આવી હતી ત્યારબાદ મોરબી જિલ્લાના મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા મીટીંગની અંતર્ગત મહત્વમાં મુદ્દાઓની ઝાંખી આપવામાં આવી હતી અને મોરબી જિલ્લાના દરેક તાલુકાના અધ્યક્ષ અને મંત્રીઓ દ્વારા આવનારી જિલ્લા કર્મચારી મહામંડળે રેલીનું આયોજન કેવી રીતના કરવું તેના મંતવ્યો રજૂ કર્યા હતા

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દરેક કાર્યકર્તાઓને આ રેલીમાં દરેક સ્કૂલ સુધી પહોંચી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકોને જોડવા માટે આયોજન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના બેનરો બનાવી અને બેનરો સાથે રેલીની અંદર દરેક શિક્ષકોને જોડવાનું છે તે દરેક તાલુકાના કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ મીટીંગને આગળ વધારવા માટે જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સંગઠનની ગરિમા શું છે ? તેનું મહત્વ આપવામાં આવ્યું અને સંગઠન કઈ રીતે કામ કરે છે તેની ઝાંખી આપવામાં આવી, ત્યારબાદ મીટીંગનો દોર મોરબી જિલ્લાના મહામંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા આગામી તા ૩/૯ ના રોજ રેલીનું આયોજન કેવી રીતના કરવું તેની ચર્ચા કરવામાં આવી હતી અને શિક્ષકોને રેલીમાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું તેવું હિતેશભાઈ પાંચોટિયાએ જણાવ્યુ છે.






Latest News