મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત


SHARE







વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત

મોરબીમાં જિલ્લાના વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવના મેદાન માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે તો પણ તેઓની ગણેશોત્સવ સમિતિને ગણેશોત્સવ માટે તંત્ર દ્વારા આખુ મેદાન આપવામાં આવ્યુ નથી જેથી કરીને વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ ગશેશજીનું સ્થાપન કરેલ છે તો પણ જીતુભાઇ સોમાણીનું આંદોલન હજુ યથાવત જ છે

વાંકાનેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ગણેશોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા જે જગ્યા ઉપર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હતું તે મેદાન ગણેશ ઉત્સવ સમિતિને આપવાના બદલે અન્ય પાર્ટીને અડધુ મેદાન ગઇકાલે વહીવટદાર દ્વારા આપવામાં આવ્યુ છે જેથી કરીને છેલ્લા ઘણા દિવસોથી જીતુભાઈ સોમાણી દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને હજુ પણ યથાવત જ રાખવામાં આવેલ છે અને આજે વાજતે ગાજતે વાંકાનેરમાં વિવાદાસ્પદ બની ગયેલા આરએસએસના મેદાનમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મેદાન માટે જેને માંગણી કરી હતી અને ગઇકાલે તાબડતોબ અડધા મેદાનની સરકારી ફી પણ સરકારી તિજોરીમાં જમા કરાવી હતી તે પાર્ટી દ્વારા બપોર સુધી આ મેદાન ઉપર ગણેશ ઉત્સવ માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી તેવું વાંકાનેરના લોકો પાસેથી જાણવા મળેલ છે તો કયા હેતુથી આ ગ્રાઉન્ડની બીજી પાર્ટીએ માંગણી ગણેશ ઉત્સવ દરમિયાન કરી હતી ? અને શા માટે થઈને વાંકાનેરમાં વિવાદ થાય તેવું કરવામાં આવ્યું હતુ ? તે તપાસનો વિષય છે






Latest News