મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

દેશ-વિદેશમાં યોગના પ્રચારક રાજર્ષિ મુનિ બ્રહ્મલીન: પીએમએ શોક વ્યક્ત કર્યો


SHARE







દેશ-વિદેશમાં યોગના પ્રચારક રાજર્ષિ મુનિ બ્રહ્મલીન: પીએમએ શોક વ્યક્ત કર્યો

કાલોલના મલાવ ખાતે આજે સવારે રાજશ્રી મુનિના અંતિમ દર્શન થશે. ત્યારબાદ બે કલાકે કાયાવરોહણ ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લઈ જવાશે અને ૩૧ ઓગષ્ટ સવારે ૧૧ કલાકે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ કરવામાં આવશે.

પંચમહાલ લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. હૃદયરોગના હુમલા બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેઓનું થયું નિધન થયુ છે. લાઈફ મિશન અંતર્ગત રાજર્ષિ  મુનિએ ગુજરાત, ભારત અને વિશ્વમાં યોગાભ્યાસ માટે અનેક સેન્ટરો શરૂ કર્યા છે. રાજશ્રી મુનિજીના બહોળા અનુયાયી વર્ગમાં શોક વ્યાપી ગયો છે. અને આ સમાચાર મળતા દેશના પીએમ નરેંદ્ર મોદીએ પણ શોકની લાગણી વ્યકત કરી હતી

અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૨ માં દેશની પ્રથમ યોગ યુનિવર્સિટીની રાજર્ષિ  મુનિએ સ્થાપના કરી હતી. જેનું ઉદ્ઘાટન તે સમયના ગુજરાતનાં સીએમ અને હાલના દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ગુજરાતમાં કાયાવરોહણ સ્થિત લકુલીશ મંદિર ખાતે પણ નિશુલ્ક યોગ શિબિરની શરૂઆત તેઓએ કરી હતી. વર્ષ ૧૯૮૨ માં સ્વામી કૃપાલવાનંદજી મહારાજે પોતાના શિષ્ય રાજર્ષિ મુનીને પોતાની તમામ જવાબદારીઓ સોંપી હતી. ત્યારથી યોગ વિદ્યાલય તેમજ લાઈફ મીશન ચલાવતા હતા

લાઈફ મિશન અંતર્ગત ઈટાલી, તાઈવાન, કેનેડા, યુએસએ અને રશિયા જેવા દેશોમાં પણ સેન્ટરો ચાલી રહ્યાં છે. જ્યારે આ દેશોના યુવાનો પણ લકુલીશ વિદ્યાલયમાં આવીને યોગની ડિગ્રી લઈ રહ્યાં છે. યોગ વિદ્યાલય અને લાઈફ મીશન અંતર્ગત રાજર્ષિ મુનીએ વર્ષ ૨૦૧૨ માં દેશની પ્રથમ યોગ યુનિવર્સીટી અમદાવાદ ખાતે સ્થાપી હતી. જ્યારે વડોદરાના કારેલી બાગ ખાતે પણ આ યુનિવર્સીટીનું સેન્ટર છે




Latest News