મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પાર્ટીને નુકશાન ન થાય તે માટે પ્રદેશ ભાજપમાં રજૂઆત કરતાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબી જીલ્લામાં પાર્ટીને નુકશાન ન થાય તે માટે પ્રદેશ ભાજપમાં રજૂઆત કરતાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં જિલ્લાના વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવના મેદાન માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી છે અને વાંકાનેરમાં ગણેશોત્સવ ઉત્સવ સમિતિને ગણેશોત્સવ માટે મેદાન આપવામાં આવે તે માટે અધિકારીને વાત કરી છે તેમજ પાર્ટીને નુકશાન ન થાય તે માટે પ્રદેશ ભાજપના મહામંત્રીને તેઓએ વાત કરી છે

વાંકાનેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ગણેશોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા જે જગ્યા ઉપર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હતું તે મેદાન ગણેશ ઉત્સવ સમિતિને આપવાના બદલે અન્ય પાર્ટીને વહીવટદાર દ્વારા આપવા માટેની કવાયત કરવામાં આવી રહી છે જેથી કરીને છેલ્લા ઘણા દિવસોથી જીતુભાઈ સોમાણી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને આજે રેલી યોજીને મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ગણેશોત્સવ સમિતિને મેદાન ફાળવવા માટેની માંગ કરવામાં આવી છે જોકે હજુ સુધી મેદાન ગણેશ ઉત્સવ સમિતિને આપવામાં આવ્યું નથી ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જીતુભાઈ સોમાણી જે ગણેશ ઉત્સવ સમિતિના સભ્ય છે તે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા જે જગ્યા ઉપર વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે જગ્યા તેઓને આપવી જોઈએ તેના માટે તેને જીતુભાઈ સાથે તેઓએ વાત કરી છે અને તેની સાથોસાથ જવાબદાર અધિકારી સાથે પણ તેઓએ ટેલીફોનિક વાત કરી છે અને સંગઠનમાં પણ હોદેદારો સાથે વાત કરેલ છે અને જીલ્લામાં પાર્ટીને નુકસાન ન થાય અને હિન્દુ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે પ્રકારની તેઓએ આ વિવાદનો અંત લાવવા માટે દરમિયાનગીરી કરેલ છે




Latest News