મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અણીયારી ટોલનાકા પાસેથી ૫૧૦૦ બોટલ દારૂનો જથ્થો ભરેલા કન્ટેનર સાથે રાજસ્થાનીની ધરપકડ


SHARE







માળીયા (મી)ના અણીયારી ટોલનાકા પાસેથી ૫૧૦૦ બોટલ દારૂનો જથ્થો ભરેલા કન્ટેનર સાથે રાજસ્થાનીની ધરપકડ

મોરબી જિલ્લામાં યેનકેન પ્રકારે દારૂનો જથ્થો બુટલેગરો દ્વારા લાવવામાં આવે છે જોકે પોલીસ દ્વારા અગાઉ અનેક વખત જુદી જુદી વસ્તુઓની આડમાં દારૂનો જથ્થો મોરબી જિલ્લામાં આવતો હોય તેવું પકડવામાં આવેલ છે દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી અશોક લેલન કન્ટેનર ગાડી નીકળી હતી આ ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૫૧૦૦ બોટલનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ મળીને ૩૪,૪૭,૨૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઓટો પાર્ટની ખોટી બીલટીની બનાવીને તેની આડમાં દારૂનો જથ્થો મોરબીમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એસીબીની ટીમના રામભાઈ મઢ, નિરવભાઈ મકવાણા તથા ભરતસિંહ ડાભીને મળેલ બાતમી આધારે માળિયા મીયાણાના અણિયારી ટોલનાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે ત્યાંથી નીકળેલ અશોક લેલન કન્ટેનર ગાડીને રોકીને એલસીબીની ટીમ દ્વારા તે ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને દારૂની ૫૧૦૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ તેમજ અશોક લેલન ગાડી નંબર એચઆર ૫૫ વી ૪૨૨૭ જેની કિંમત રૂપિયા દસ લાખ અને ૫૦૦૦ નો મોબાઈલ અને રોકડા ૧૯૧૦ રૂપિયા આમ કુલ મળીને ૩૪,૪૭,૨૩૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ત્રિલોક્સિંગ ઓમસિંગ રાવત જાતે રાજપૂત (ઉંમર ૨૯) રહે. રાજવા છીપોલા ગામ રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પ્રેમસિંગ રહે. હરિયાણા વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે વધુમાં એલસીબીની ટીમના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બુટલેગરો દ્વારા અશોક લેલન કન્ટેનરમાં ઓટો પાર્ટની ખોટી બિલ્ટી બનાવીને તેની આડમાં હરિયાણાથી મોરબી દારૂનો જથ્થો લઈ આવવામાં આવ્યો હતો આ દારૂ મંગાવનાર તેમજ મોકલનાર સહિત આમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News