વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના રામદેવનગરમાં કોમન પ્લોટમાં થયેલ દબાણને દૂર કરવાની અધિકારીઓ કેમ નથી કરતાં હિંમત ?


SHARE







મોરબીના રામદેવનગરમાં કોમન પ્લોટમાં થયેલ દબાણને દૂર કરવાની અધિકારીઓ કેમ નથી કરતાં હિંમત ?

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયતની હદમાં આવતા રામદેવ નગરના કોમન પ્લોટમાં દબાણ કરવામાં આવી રહ્યું છે જેની સ્થાનિક તલાટી મંત્રીને તેમજ મામલતદારને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ દબાણને દૂર કરવા માટેની હિંમત કોઈ અધિકારી દ્વારા કરવામાં આવતી નથી ! જેથી કરીને આગામી દિવસોમાં આ દબાણના મુદ્દે કોઈ માથાકૂટ થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ રામદેવનગરમાં રહેતા હિતેશભાઈ ડાયાભાઈ સાગઠીયા દ્વારા હાલમાં મામલતદારને લેખિત રજૂઆત કરીને માળિયા વનાળીયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ રામદેવનગરના પ્લોટ નંબર ૪૨ પાસે કોમન પ્લોટની અંદર ડુંગરભાઇ ઉર્ફે કાળુભાઈ સોમાભાઈ પરમાર દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે જેથી તેને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલ્લેખીય છે કે માળિયા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તેમજ મામલતદારને અરજદાર હિતેશભાઈ સાગઠીયા દ્વારા એક નહીં પરંતુ અનેક વખત દબાણને દૂર કરવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તેઓ અરજી લેવામાં પણ નનૈયો કરતા હોય છે અને દબાણને દૂર કરવા માટે થઈને લેસ માત્ર કામગીરી કરવામાં આવી નથી ત્યારે જો આ દબાણના મુદ્દાને લઈને સ્થાનિક રામદેવ નગર વિસ્તારની અંદર કોઈ માથાકૂટ થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે ત્યારે ગેરકાયદેસર દબાણ કરનારા તત્વની સામે કાયદેસરની કાર્યવાહી કારીને દબાણને કયારે દૂર કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News