મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

પહેલો ઘા રાણાનો: વાંકાનેર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મહંમદ જાવેદ પીરજાદા નિશ્ચિત


SHARE







પહેલો ઘા રાણાનો: વાંકાનેર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર મહંમદ જાવેદ પીરજાદા નિશ્ચિત

વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે કમર કસી છે અને બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આગામી ૧૫ મી સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ ૫૮ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરે તેવી શક્યતા છે અને નજીકના દિવસોમાં સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત મંજૂરીની મહોર મારી શકે છે આ સિવાય કોંગ્રેસે જે ત્રણ વિધાનસભા બેઠકોના ઉમેદવારોની ટિકીટ ફાઈનલ કરી છે તેમાં અમદાવાદના જમાલપુર ખાડિયા બેઠક ઉપર ઈમરાન ખેડાવાલાદરિયાપુર બેઠક ઉપર ગ્યાસુદ્દીન શેખ અને વાકાનેર બેઠક ઉપર મહંમદ જાવેદ પીરજાદાનો સમાવેશ થાય છે

આ ત્રણેય બેઠકો હાલમાં કોંગ્રેસ હસ્તક છે અને ભાજપ માટે આ ત્રણેય બેઠકો જીતવી લોઢાના ચણા ચાવવા સમાન છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને ૨૦૨૨ ના ચૂંટણી જંગમાં કોઈ પણ રીતે ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે કમર કસી છે ત્યારે ૨૦૧૭ માં કોંગ્રેસે ૭૭ બેઠકો જીત હતી પણ સત્તા સુધી પહોચી ન હતી ત્યારે ર૦૨ર માં કોંગ્રેસ કેવો દેખાવ કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ નગારે ઘા કર્યો છે અને જુદાજુદા બે તબક્કામાં ૧૯ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અને સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોત અને કોંગ્રેસના મણ સચિવ વેણુગોપાલ સહિતના નેતાઓની હાજરીમાં બેઠકો યોજ્યા બાદ વચનોની લ્હાણી પણ કરવામાં આવી છે

કોંગ્રેસે પ૮ ઉમેદવારોની યાદી ઉપર ગંભીર ચર્ચા વિચારણા કરી છે અને અંતે પહેલી યાદી બનાવવામાં આવી છે અને એ યાદી સંભવત ૧૫ મી સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરી દેવામાં આવી શકે છે આ બધાની વચ્ચે કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો ત્રણ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે જેમાં અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠકદરિયાપુર અને વાંકાનેર બેઠકના ઉમેદવારના નામ ફાઇલન કરી દેવામાં આવ્યા છે અને કોંગ્રેસે જે ત્રણ ઉમેદવારોના નામ ફાઇનલ કર્યા છે ત્યાં કોંગ્રેસનો દબદબો છે અને પરંપરાગત બેઠકો માનવામાં આવે છે આગામી દિવસોમાં કોંગ્રેસ ૫૮ ઉમેદવારોની યાદી જાહેર કરશે






Latest News