મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાને વ્હોટ્સએપમાં મેસેજ કેમ કરે છે કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીમાં મહિલાને વ્હોટ્સએપમાં મેસેજ કેમ કરે છે કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન-૧ માં દૂધની ડેરી પાસે ભાઈ અને મિત્ર સાથે ઉભેલા યુવાન પાસે ત્રણ શખ્સો આવ્યા હતા અને મારા ભત્રીજાની પત્નીને કેમ વ્હોટ્સએપમાં મેસેજ કરે છે તેવું કહીને તેને લોખંડના પાઇપ અને ધોકા વડે યુવાનને મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ઈજા ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો હિતેશભાઈ ઉર્ફે હેમંતભાઈ ધીરાભાઈ ભૂંભારિયા જાતે રબારી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ યદુનંદન-૧ માં મોમાઈ દૂધની ડેરી પાસે તેના ભાઈ આશિષભાઈ અને દીપકસિંહ સાથે ઊભો હતો ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડ, કમલેશભાઈ હમીરભાઇ રાઠોડ રહે બંને મકનસર અને સુરેશભાઈ આ ત્રણ શખ્સો આવ્યા હતા અને ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડએ હિતેશને “કેમ મારા ભત્રીજાની પત્નીને મોબાઇલમાં વ્હોટ્સએપમાં મેસેજ કરે છે” તેવું કહીને વજાભાઈએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને કમલેશભાઈ તેમજ સુરેશભાઈએ લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો  તેમજ કમલેશભાઈએ હિતેશભાઈ ભૂંભારિયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી કરીને ભોગ બનેલા હિતેશભાઈ ઉર્ફે હેમંતભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ ત્રણે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ

મોરબીના મહેન્દ્રનગરથી ઘુટુ જવાના રસ્તા ઉપર આવતા આઈ.ટી.આઈ પાસે આવેલ પ્રભાતનગર સોસાયટી પાસેથી પસાર થયેલ સ્કૂટરને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે સ્કૂટર ચાલક પાસેથી દારૂની બે બોટલ મળી આવી હોય પોલીસે ૩૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ તેમજ સ્કૂટર નંબર જીજે ૩૬ ઈ ૪૦૧૫ જેની કિંમત ૨૫૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૨૮૦૦૦ ના મુદ્દામાલ સાથે મહેશભાઈ મોતીભાઈ નગવાડિયા જાતે કોળી (ઉંમર ૪૭) રહે. રણછોડનગર શેરી નં-૫ નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News