ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી પરણીતાએ ગળેફાંસો ખાઈ લેતા રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીમાં રહેતી પરણીતાએ ગળેફાંસો ખાઈ લેતા રાજકોટ ખસેડાઇ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતી પટેલ પરણીતાએ તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને બેભાન હાલતમાં મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને હાલ તે બેભાન હલતમાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ સામે ભરતનગર વિસ્તારમાં રહેતા અર્ચનાબેન અંકિતભાઈ સબાપરા જાતે પટેલ નામની ૨૮ વર્ષીય પરણીતાએ તેના ઘેર ગત તા.૧૯-૮ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેણીને બેભાન હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલ રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.હાલ અર્ચનાબેન સબાપરા બેભાન હાલતમાં હોય બનાવ કયા કારણોસર બન્યો તે ખુલાસો થયો નથી.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અર્ચનાબેનના લગ્ન છ વર્ષ પહેલા અંકિત સબાપરા સાથે થયેલા છે અને લગ્નજીવન દરમિયાન હાલ તેઓને કોઈ સંતાન નથી.હાલ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા જસમતભાઈ હરખાભાઈ (૪૦) અને ગણેશભાઈ મંગળાભાઈ (૩૪) નામના બે યુવાનો ટુ-વ્હીલરમાં જતા હતા ત્યારે રાજકોટ રોડ ઉપર અજંતા ક્લોક પાસે અકસ્માતે ઇજાઓ થવાથી બંનેને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે સુરેન્દ્રનગરના થાન પાસે આવેલ સોનગઢ ગામે રહેતો ધર્મેશ કાળુભાઈ રંગપરા નામનો ૧૩ વર્ષીય તરૂણ બાઈકમાં બેસીને જતો હતો તે દરમિયાનમાં તેઓનું બાઈક સ્લીપ થઇ જતા ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ મોરબીના વીરપર ગામે રહેતા હેમંત ઉર્ફે હિતેશ ધારાભાઈ ભૂંમરીયા જાતે રબારી નામના ૨૪ વર્ષના યુવાનને મોરબીમાં યદુનંદન સોસાયટીમાં આવેલ મોમાઈ ડેરી પાસે અજાણ્યા ઇસમ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત થયેલા હેંમત રબારીને સારવારમાં ખસેડાયો હતો.

દવા પી જતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામે રહેતા મહિપાલ માવજીભાઈ સારદીયા નામના ૨૪ વર્ષના યુવાને કોઈ અકળ કારણસર ઝેરી દવા પી લેતા તેને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે થાન પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રાણીપાટ ગામે રહેતો મેહુલ હેમુભાઇ મકવાણા નામનો ૨૧ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર ખળ બાળવાની દવા પી જતા તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા આઈનાબાનુ રિયાઝભાઈ ડેલા નામની ૨૦ વર્ષની મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયેલા આઈનાબાનુને સારવાર માટે ખસેડાયા હતા.




Latest News